તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન જોબ ઈન્ટરવ્યૂ:કોરોનાના કારણે ઓનલાઇન થઈ ગયેલી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં હવે જોબ મેળવવામાં એક મહિના જેટલો સમય લાગી રહ્યો છે

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓનલાઇન જોબ ઈન્ટરવ્યૂ માટે પ્રિ-પ્લેસમેન્ટ સેશન યોજાયું, કેવું ડ્રેસિંગ કરવું અને કેવી રીતે વાત કરવી તેની ટિપ્સ અપાઈ

કોરોનાકાળમાં શહેરની કોલેજોમાં પ્લેસમેન્ટની પ્રક્રિયામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. કોરોના પહેલા દરવર્ષે કોલેજ કેમ્પસમાં વિવિધ કંપનીઓ સ્ટુડન્ટ્સને જોબ ઓફર કરવા આવતી હતી તેની જગ્યાએ હાલ કોલેજ કેમ્પસ ખાલી છે અને સ્ટુડન્ટ્સ ઓનલાઈન પ્લેસમેન્ટ ઈન્ટરવ્યૂ આપે છે. જેનાં લીધે પહેલા ઓફલાઇન પ્લેસમેન્ટમાં કંપની ઓન ધ સ્પોટ જોબ ઓફર કરતી હતી તેની સામે હવે જોબ ઓફર કરવામાં એક મહિના જેટલો સમય લાગી રહ્યો છે.

જીએલએસ-SMPIC ઓનલાઇન ઈન્ટરવ્યૂ માટે વાત કરવાની ટિપ્સ આપી
પહેલા જે ઓફલાઇન પ્લેસમેન્ટ થતું હતું તે પ્રોસેસ હવે કોરોનાને લીધે ઓનલાઇન કરવામાં આવી છે. જે પ્રોસેસમાં પહેલા પ્રિ-પ્લેસમેન્ટ સેશન ગોઠવવામાં આવે છે. જેમાં સ્ટુડન્ટ્સ અને કંપનીને સાથે જોડીને ડિસ્કશન કરવામાં આવે છે. ત્યારબાદ કંપની ઓનલાઈન ઈન્ટરવ્યૂ અરેન્જ કરે છે. જેમાં કંપની સ્ટુડન્ટ્સને ટાઈમ સ્લોટ આપીને જોબ પ્રોફાઈલ ફાઇનલ કરે છે. હાલ 30 સ્ટુડન્ટ્સને SMPICમાંથી પ્લેસમેન્ટ મળી ચૂક્યું છે અને હજુ પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલુ છે. ઓનલાઇન ઈન્ટરવ્યૂમાં કેવું ડ્રેસિંગ અને કેવી રીતે વાત કરવી તે અંગેની ટિપ્સ આપવામાં આવી હતી. -ડૉ. આશલ ભટ્ટ, પ્લેસમેન્ટ કોઓર્ડિનેટર SMPIC

એલ.જે. યુનિ. ઓટોમોબાઈલ, સિવિલ અને કેમિકલ એન્જિ.માં પ્લેસમેન્ટ હાફ
ઓફલાઇન પ્લેસમેન્ટમાં કંપનીઓ એક દિવસ કેમ્પસમાં આવતી અને એક જ દિવસમાં સ્ટુડન્ટ્સને જોબ ઓફર કરી દેતી હતી જ્યારે ઓનલાઇનમાં એક જોબ ઓફરની સામે સ્ટુડન્ટ્સને એક વીકનાં સમયમાં જોબ ઓફર થઈ રહી છે. ઓટોમોબાઈલ, સિવિલ અને કેમિકલ એન્જિનિયરિંગનાં સ્ટુડન્ટ્સનાં પ્લેસમેન્ટ પર કોરોનાની વધારે અસર પડી છે. આ સેક્ટર્સમાં ક્રાઇસિસ જોવા મળી રહ્યું હતું અને તેમાં પણ કોરોના આવતા વધારે તકલીફો થઈ છે, જેથી ઓટોમોબાઈલ, સિવિલ અને કેમિકલ એન્જિનિયરિંગનાં સ્ટુડન્ટ્સનાં પ્લેસમેન્ટ પહેલા કરતા અડધા થયા છે. - પ્રો. મનીષ ગહરવાર, ડિરેક્ટર, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ, એલ.જે. યુનિવર્સિટી

IITRAM કોર એન્જિ.ની ડિમાન્ડ ઓછી હોવા છતાં પ્લેસમેન્ટ મેળવી રહ્યાં છે
જ્યારે પણ કોઈ કંપનીની રિક્વાયરમેન્ટ આવે છે ત્યારે વિદ્યાર્થીને તે કંપની અંગે માહિતગાર કરવામાં આવે છે અને જે વિદ્યાર્થી તેમાં રસ ધરાવે તે તેમાં અપ્લાય કરે છે. IITRAMમાં સિવિલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાં છેલ્લા બે વર્ષની બેચનાં વિદ્યાર્થીઓ કે જેમનાં એડિમિશન બાદથી કોરોનામાં તેઓ ઓનલાઇન સ્ટડી કરી રહ્યાં છે તેમને હવે ઓનલાઇન ઈન્ટરવ્યૂ આપવાનો છે. માર્કેટ સિનારિયોમાં હાલ કોર એન્જિનિયરિંગ ડિસિપ્લિનની ડિમાન્ડ ઓછી છે તેમ છતાં સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ મળી રહ્યાં છે. ઓનલાઇન પ્રોસેસ લાંબી છે તો શરૂઆતની પ્રક્રિયાથી ગણવામાં આવે તો આશરે 20 દિવસની પ્રોસેસ બાદ સ્ટુડન્ટ્સને જોબ પ્લેસમેન્ટ ફાઈનલ થાય છે.

એલ.ડી. એન્જિ. ઓનલાઈન જોબ પ્લેસમેન્ટમાં 10 દિવસનો લાગી જાય છે
સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાં કોરોનાની કોઈ વધારે ઈફેક્ટ નથી પણ તેની પ્રોસેસમાં ફેરફાર થયો છે. જે પહેલા ઓફલાઇન જોબ પ્લેસમેન્ટની પ્રક્રિયા થતી તે હવે ઓનલાઇન થઈ ગઈ છે. અમે કંપની પાસેથી તેમની રિક્વાયરમેન્ટ પ્રમાણેની માહિતી લઈને સ્ટુડન્ટ્સને તેની માહિતી આપીએ છીએ અને પછી તેમને જો તે કંપનીમાં રસ હોય તો આગળની પ્રોસેસ થાય છે. પ્લેસમેન્ટની ઓનલાઇન પ્રોસેસ થોડી લાંબી છે કેમકે કંપની ઓનલાઇન પ્લેસમેન્ટમાં ટાઇમ સ્લોટ જે પ્રમાણે આપે તે રીતે સ્ટુડન્ટ્સના ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે જેથી તેમાં 10 દિવસ જેટલો સમય નીકળી જાય છે. -ડૉ. રાજુલ ગજ્જર, પ્રિન્સિપાલ, LDCE અમદાવાદ

એચ.એ. કોલેજ પ્લેસમેન્ટની પ્રક્રિયા બદલાઈ પણ ડિમાન્ડમાં ઘટાડો ન થયો
કોરોનાને લીધે હવે જોબ પ્લેસમેન્ટની પ્રક્રિયા ઓનલાઇન થઈ છે, તેનાં લીધે પ્લેસમેન્ટની ડિમાન્ડમાં કોઈ ઘટાડો નથી થયો. કંપની જોબ પ્લેસમેન્ટ માટે અમારો સંપર્ક સાધે છે. તેમાં તેઓ એક લિંક શેર કરે છે અને તે લિંક અમે સ્ટુડન્ટ્સને શેર કરીએ છીએ. જો તેમાં તેમનું સિલેક્શન થઈ જાય તો વિદ્યાર્થી કોલેજને જાણ કરે છે. પહેલા ઓફલાઇન જોબ પ્લેસમેન્ટ પ્રોસેસમાં ઘણી વખત કંપનીઓ સ્ટુડન્ટ્સને ઓન ધ સ્પોટ જોબ ઓફર કરી દેતી હતી પણ ઓનલાઇન પ્રોસેસમાં હવે જોબ ફાઇનલ કરવામાં એક મહિના સુધીનો સમય લાગી જાય છે. - પ્રો. નિખિલ વૈદ્ય, પ્લેસમેન્ટ ઈન્ચાર્જ, એચ. એ. કોલેજ ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો