તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ટ ફોર હોપ:ઓનલાઇન પેઇન્ટિંગના સેલથી 17 લાખ ફંડ એકત્ર થયું, સમાજ કલ્યાણ અર્થે વપરાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવના કિનારે સ્ત્રી, પાણીમાં તાજમહલ-ગુલાબનું ચિત્ર. આ છે હિરલ ત્રિવેદીનું પેઈન્ટિંગ જે આર્ટ ફોર હોપમાં 2 લાખ 30 હજારમાં વેચાયું છે. - Divya Bhaskar
તળાવના કિનારે સ્ત્રી, પાણીમાં તાજમહલ-ગુલાબનું ચિત્ર. આ છે હિરલ ત્રિવેદીનું પેઈન્ટિંગ જે આર્ટ ફોર હોપમાં 2 લાખ 30 હજારમાં વેચાયું છે.
  • આર્ટ ફોર હોપમાં 7 લાખ અને ફંડ રેઝર સેલમાંથી 10 લાખ મળ્યા

079 સ્ટોરીઝના ઉપક્રમે યોજાએલ ‘ફંડ રેઝર સેલ’અને હઠીસિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર દ્વારા યોજાયેલ ‘આર્ટ ફોર હોપ’શોમાં ઓનલાઇન પેઇન્ટિંગ સેલ દ્વારા 17 લાખનું ફંડ એકત્ર થયું છે. ફંડ રેઝર સેલમાં 39 આર્ટ વર્ક માંથી 12 ચિત્રો દ્વારા 10 લાખ અને આર્ટ ફોર હોપમાં 54 આર્ટવર્ક માંથી 18 પેઇન્ટિંગ્સ દ્વારા 7 લાખ રૂપિયા એકત્ર થયા હતા. આ તમામ પેઇન્ટિંગ્સમાં આર્ટ ફોર હોપમાં હિરલ ત્રિવેદીનું પેઇન્ટિંગ સૌથી મોઘું 2 લાખ 30 હજારમાં વેચાયુ હતું. બન્ને આર્ટ શો દ્વારા એકત્ર થયેલી રકમને મહામારીના સમયમાં સમાજના કલ્યાણ અર્થે વાપરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે આર્ટિસ્ટની આર્ટથી મહામારીમાં હેલ્પ થશે
મહામારીનાઆ સમયમાં અત્યાર સુધી મદદ અર્થે આર્ટિસ્ટનો ફાળો બહુ ઓછો રહ્યો છે મેં આર્ટ ફોર હોપ માટે મારૂ ચિત્ર આપ્યું હતું જેની કદર થઈ એ મારા માટે આનંદની વાત છે. મને વિશ્વાસ છે તેની રકમથી જરૂરિયાતમંદને મદદ કરાશે. > હિરલ ત્રિવેદી, ચિત્રકાર

આર્ટથી સામાજિક સંસ્થાને મદદ કરવાનો આશાય સિધ્ધ થયો છે
આર્ટ ફોર હોપથી આર્ટિસ્ટને પ્રોત્સાહન મળ્યું સાથે જ મહામારીમાં માનવતા માટે કામ કરતી સંસ્થાઓને હેલ્પ કરવાનો આશય પણ સિદ્ધ થયો છે. આ આર્ટ શોમાં માત્ર આખા ઇન્ડિયામાંથી લોકોએ પેઇન્ટિંગ્સની ખરીદી કરી હતી. > ઉમંગ હઠીસીંઘ,મેને.ટ્રસ્ટી, હઠીસિંઘ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર

ફંડને ગ્રામીણ વિસ્તારમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગમાં લેવાશે
આ મહામારીમાં આર્ટિસ્ટની આર્ટની કદર થઈ છે. આ ફંડને બ્રિધ ઈન્ડિયા અને જાગૃત જન સંસ્થાના માધ્યમ થકી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને ગ્રામીણ વિસ્તારોમાં પબ્લિક હેલ્થ માટે ઉપયોગમાં લેવાશે. સમાજનો આ વર્ગ મદદથી થોડોક દૂર હતો તે પણ હવે જોડાયો છે તેનો આનંદ છે. > પૂર્વા દામાણી,ફાઉન્ડર,079 સ્ટોરીઝ

અન્ય સમાચારો પણ છે...