તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Old Man Set Himself On Fire From The Balcony Of The House And Jumped Down From The Fifth Floor, The Fire police 108 Team Was Running.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:​​​​​​​વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો, ફાયર-પોલીસ-108ની ટીમ દોડતી થઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

અમદાવાદ8 દિવસ પહેલા
વહેલી સવારે ઘરમાં કોઈને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું. - Divya Bhaskar
વહેલી સવારે ઘરમાં કોઈને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું.
  • વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે કોઈ રીતે સળગી ઝંપલાવ્યું હતું
  • 108માં હોસ્પિટલમાં મોકલ્યા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું. મૃતકનું નામ જયપ્રકાશ કોન્ડિયારા છે. મૂળ કેરાલાના રહેવાસી છે. પતિ-પત્ની એકલા જ રહેતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક સ્યુસાઇડ નોટ મળી છે જે મલયાલમ ભાષામાં છે જેથી દુભાષીયા મારફતે તેનું ભાષાંતર કરાવવામાં આવશે. બાદમાં સ્યુસાઇડ નોટમાં શું લખ્યું છે તેની માહિતી બહાર આવશે.

વૃદ્ધના આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
વૃદ્ધના આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉં.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી પોતાને સળગાવી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા.
પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser