તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Old Man Died At The Door Of Ahmedabad Civil, The Son Fell At His Feet But The Hearse Was Not Found, The Body Had To Be Taken To The Tempo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:વૃદ્ધે સિવિલના દરવાજે દમ તોડ્યો, પુત્ર પગે પડ્યો છતાં શબવાહિની ના મળી, ટેમ્પોમાં મૃતદેહ લઈ જવો પડ્યો

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટેમ્પોમાં મૃતદેહ લઈ જતો પુત્ર. - Divya Bhaskar
ટેમ્પોમાં મૃતદેહ લઈ જતો પુત્ર.
 • ચમનપુરાના વૃદ્ધને હૃદયમાં દુખાવા પછી કલાક સુધી એમ્બુલન્સ ના આવી, રિક્ષામાં લવાયા

દર્દી સિવિલમાં પહોંચે તે પહેલા દરવાજે જ દમ તોડ્યો હતો. લગભગ એક કલાક હોસ્પિટલ સ્ટાફને હાથ-પગ જોડ્યા તેમ છતાં સબવાહિની આપવામાં આવી નહોતી. રસ્તે ચાલતી રિક્ષાઓ બોલાવી પણ કોઈ આવવા તૈયાર ન થયું ત્યારે દીકરાએ છેવટે પિતાના મૃતદેહને માલસામાનના ટેમ્પોમાં ઘરે લઈ જવો પડ્યો હતો.
108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી પણ ન આવી
ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય નરેન્દ્રસિંહ ચૌહાણને સોમવારે સવારે હૃદયમાં દુખાવા સાથે ડાબો હાથ કામ કરતો બંધ થયો હતો. તેમના દીકરાએ સવારે 10 કલાકે 108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી. જોકે એમ્બુલન્સ 11 વાગ્યા સુધી આવી નહોતી. તબિયત વધારે લથડતા દીકરો પિતાને રિક્ષામાં સિવિલ લઈ આવ્યો હતો, પણ પિતાએ સિવિલના દરવાજા પાસે જ શ્વાસ છોડી દીધો. સિવિલના ડૉક્ટરે દર્દીને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના દીકરા વિવેક ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારું ઘર નજીક હોવા છતાં 108ની મદદ મળી શકી નહોતી. 108એ પહેલેથી અમને કહ્યું હોત કે, તેઓ સમયસર નહીં પહોંચી શકે તો અમે રાહ જોયા વગર અમારી રીતે સિવિલ પહોંચ્યા હોત. સિવિલના દરવાજે તેમના શ્વાસ બંધ થયા હતા અને શરીર ઠંડું પડી ગયું હતું.
રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો
પિતાના મૃતદેહને ઘરે લઈ જવા હોસ્પિટલ પાસે શબવાહિની માટે હાથપગ જોડ્યા હતા. એક કલાક સુધી કોઈએ અમારી વાત સાંભળી નહોતી. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો હતો. છેવટે પિતાના મૃતદેહને ઘરે લઈ જવા ટેમ્પો મગાવ્યો હતો અને ઘરે પહોંચ્યા હતા.
મારી ગણતરી ખોટી પડી: મૃતકનો પુત્ર
મારા મમ્મી-પંપા બંને ઉંમર લાયક છે માટે મને હંમેશાથી લાગતું હતું કે, સિવિલ હોસ્પિટલ ઘરની એટલી નજીક છે કે, અડધી રાત્રે પણ કોઈ ઈમરજન્સી સર્જાશે ત્યારે મને સારવાર મળી શકશે. આ માટે હું મારૂ ઘર છોડીને બહાર રહેવા નહોતો ગયો, પરંતુ મારી તે ગણતરી ખોટી પડી ગઈ. મારી આંખો સામે પિતાએ સિવિલના દરવાજા પાસે છેલ્લા શ્વાસ લીધા હતા અને હું કંઈ ન કરી શક્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો