તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિપત્ર:GST નંબર આપતા પહેલા અધિકારી હવે કરદાતાના સ્થળની મુલાકાત લશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GSTR-1 અને GSTR-3‌Bમાં તફાવત હશે તો પણ તપાસ કરાશે

સીબીઆઇસીએ તાજેતરમાં પરિપત્ર કરીને જીએસટી અધિકારીઓએ તાજેતરમાં નવાં રજિસ્ટ્રેશન આપ્યા હોય તેવા કરદાતાઓના સ્થળની મુલાકાત લેવા તાકીદ કરી છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ, જે કરદાતાને રજિસ્ટ્રેશન અપાયું છે તેવા કરદાતાઓને ત્યાં અધિકારીઓ દ્વારા ફરજિયાત સ્થળ તપાસ કરાશે. આ ઉપરાંત બે રિટર્ન વચ્ચેના તફાવતને લઇને પણ અધિકારીઓ સ્થળ તપાસ કરશે.

કરદાતાઓ પહેલાંથી રજિસ્ટર છે, પરંતુ સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં જીએસટીઆર-1 ફાઇલ કર્યું છે પરંતુ જીએસટીઆર-3બી ફાઇલ નથી કર્યું અથવા તો બંને રિટર્ન ફાઇલ કર્યા છે, પરંતુ બંને વચ્ચે રૂ. 1 લાખ કરતાં વધારે ટેકસની રકમનો તફાવત હોય તેવા કિસ્સામાં અધિકારીઓ કરદાતાઓને ત્યાં સ્થળ તપાસ કરશે.

પરિપત્રમાં જણાવ્યા મુજબ અધિકારીઓ જ્યારે સ્થળ તપાસમાં આવે ત્યારે સ્થળમાં દર્શાવ્યા મુજબ જરૂરી ઉત્પાદક પ્રવૃત્તિ કરદાતાઓ કરે છે કે નહિ તે માટેના જરૂરી મશિનો વસાવ્યાં છે કે નહીં, છેલ્લાં લાઇટ બિલની કોપી, ભાડાની જગ્યા હોય તો ભાડાકરાર અને ભાડે આપનાર મકાનમાલિક સાથે ચર્ચા કરશે અને યોગ્ય માહિતી એકઠી કરશે.

આ અંગે સીએ આશિષ ખંધારે જણાવ્યું છે કે, જીએસટી અધિકારી કરદાતાને સ્થળ તપાસ માટે ઓનલાઇન નોટિસ પાઠવશે. જેમાં સમય અને દિવસની જાણકારી અપાશે. આ ઉપરાંત મુલાકાત વખતે કરદાતાએ હાજર રહી જરૂરી દસ્તાવેજ તેમજ કેવાયસી ડોક્યુમેન્ટ આપવા પડશે.

અન્ય સમાચારો પણ છે...