તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Nurse Who Went Home After The Vaccination Said To HOD, 'Go Out, I Have To Change My Dress', But The Head Refused And Said, 'Just For The Clothes In Front Of Me.'

HODની વિકૃત હરકત:વેક્સિનેશન પતાવી ઘરે જતી નર્સે HODને કહ્યું, ‘બહાર જાઓ, મારે ડ્રેસ ચેન્જ કરવો છે’, પણ હેડ ન માન્યા અને બોલ્યા, ‘મારી સામે જ કપડાં બદલ’

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • સરકારી હોસ્પિટલની સ્ટાફ નર્સે અભયમ્ હેલ્પલાઇનની મદદ માગી

વિરમગામમાં આવેલી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં વીણાબેને અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કરીને તેના એચઓડી બીભત્સ વર્તન કરતા હોવાની ફરિયાદ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેશન માટે અન્ય સ્ટાફ નર્સની સાથે તેમને પણ આસપાસનાં ગામડાંમાં મોકલવામાં આવ્યા હતા. રસીકરણનું કામ પૂરું થતાં તેમણે ડ્રેસ બદલવાનો હોવાથી એચઓડીને કહ્યું હતું કે ‘તમે બહાર જાો, મારે ડ્રેસ ચેન્જ કરવાનો છે.’ તો એચઓડીએ કહ્યું, ‘ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલી લે.’

દરરોજ HOD હેરાન કરતો હતો
મૂળ વિરમગામનાં વીણાબેન સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. કોરોના રસીકરણ માટે તેમને અન્ય સ્ટાફ નર્સની સાથે આસપાસનાં ગામડાંમાં મોકલાતાં હતાં. આ દરમિયાન 23મીએ વીણાબેન વિરમગામ પાસેના ગામે રસી આપવા ગયાં હતાં. રસીકરણનું કામ પૂરું થતાં તેમણે એચઓડીને કહ્યું હતું કે ‘તમે બહાર જાો, મારે ડ્રેસ બદલવો છે.’ તેમ છતાં એચઓડી બહાર ન ગયા. વારંવાર કહ્યા પછી તેમના એચઓડીએ કહ્યું, ‘હું બહાર જવાનો નથી, તારે ડ્રેસ બદલવો હોય તો મારી સામે બદલ,’ આથી વીણાબેન કશું બોલી શક્યાં ન હતાં, પરંતુ આ પ્રકારની દરરોજની હેરાનગતિથી ત્રાસીને અંતે તેમણે અભયમ્ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. અભયમ્ હેલ્પલાઇનની ટીમે ઘટનાસ્થળે આવી એચઓડીને મળી હતી. એચઓડીએ કબૂલાત કરી હતી કે ‘હું આવું બોલ્યો હતો, પરતું મજાકમાં કહેતો હતો. તેની પાછળ કોઈ બીજો ઇરાદો નહોતો.’

HOD પાસે માફીપત્ર લખાવ્યો
હેલ્પલાઇનના કાઉન્સિલરે મહિલાના કાયદા જણાવી એચઓડીને સમજાવ્યા હતા કે કાયદાકીય ભાષામાં એને ગુનો કહેવાય, આવી મજાક કોઈ મહિલા સાથે ન કરાય. છેવટે તેમની પાસે માફીપત્ર લખાવી સમાધાન કરાવ્યું હતું. (પાત્રનું નામ બદલ્યું છે)

‘ફરિયાદ કરીશ તો તેમનું પ્રમોશન અટકી જશે’
રસીકરણમાં ફરજ બજાવતી અન્ય મહિલા નર્સે વીણાબેનને કહ્યું હતું કે હેડનું પ્રમોશન નજીક છે, તેમની સામે ફરિયાદ કરીશ તો પ્રમોશન અટકી જશે. વીણાબેને ઘણી વખત એચઓડીની અભદ્ર મજાક સામે ફરિયાદ માટે અન્ય નર્સોને આગળ આવવા કહ્યું હતું, પરંતુ તેને રોકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...