ભાસ્કર ઇનસાઇટ:કોવિશીલ્ડ આપ્યાનું કબૂલી નર્સે માફી માગી હતી, ડેપ્યુટી હેલ્થ ઓફિસરે કહ્યું - કોઈ ભૂલ થઈ જ નથી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ આંબાવાડી ખાતેના અર્બન હેલ્થ સેન્ટર પર બાળકને કોવિશીલ્ડ રસી અપાઈ ગઈ હતી. પરંતુ તેના સર્ટિફિકેટમાં તો કોવેક્સિન અપાયાનો જ ઉલ્લેખ કરાયો હતો. - Divya Bhaskar
ન્યૂ આંબાવાડી ખાતેના અર્બન હેલ્થ સેન્ટર પર બાળકને કોવિશીલ્ડ રસી અપાઈ ગઈ હતી. પરંતુ તેના સર્ટિફિકેટમાં તો કોવેક્સિન અપાયાનો જ ઉલ્લેખ કરાયો હતો.

કિશોર બેભાન થઈ જતાં જ તેના પિતાએ તેના પુત્રને કઇ વેક્સિન આપવામાં આવી છે? તેવો પ્રશ્ન કર્યો હતો. ત્યારે નર્સની પાસે જ કોવિશીલ્ડ પડી હતી. જે જોઇ તેમણે નર્સને પૂછ્યું હતુંકે, આ કિશોરને કોવેક્સિન આપવાની હતી તો તેમે કોવિશીલ્ડ કેમ આપી? નર્સે તેને માફ કરી દેવા વિનંતી કરી હતી. જોકે કિશોરના પિતાએ તત્કાલ પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે આવતાં જ પોલીસને પણ નર્સે કહ્યું હતુંકે, તેનાથી ભૂલ થઇ ગઇ છે અને ભૂલથી કિશોરને કોવિશીલ્ડ અપાઈ ગઈ હતી. આ માહિતી કિશોરના પિતાએ આપી હતી. જોકે બાદમાં સમગ્ર ઘટનાની જાણ થતાં એસવીપી હોસ્પિટલથી નર્સના કેટલાક સાથીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે નર્સને સમજાવી હતી કે, જો તું એવી કબૂલાત કરીશ કે ભૂલથી કોવિશીલ્ડ આપી છે તો તું ફસાઇ જઇશ. તેના બદલે તું કોવેક્સિન આપી હોવાનું જણાવ જે. પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર જી.ટી. મકવાણાએ કહ્યું, કિશોરને અપાયેલી રસી કોવેક્સિન જ હતી. નર્સે રસી આપવામાં કોઈ ભૂલ કરી નથી.

અન્ય સમાચારો પણ છે...