તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસન:20 વર્ષમાં રાજ્યમાં પ્રવાસીની સંખ્યામાં 12 ગણો વધારો થયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2019-20માં 6.09 કરોડ પ્રવાસી ગુજરાત આવ્યા

વિધાનસભામાં પ્રવાસન વિભાગનું બજેટ રજૂ કરતા પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષ 2001-02માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 52 લાખ હતી. વર્ષ 2019-20માં 6.09 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. આ સમયમાં પ્રવાસીઓની સંખ્યામાં 12 ગણો વધારો થયો છે જ્યારે પ્રવાસન વિભાગનું બજેટ 40 ગણા વધારા સાથે 12 કરોડથી 487.50 કરોડે પહોંચ્યું છે. ગુજરાતમાં પ્રવાસીઓનો વૃદ્ધિદર 13 ટકા જેટલો નોંધાયો છે.

ચાવડાએ કહ્યું કે 2 દિવસના રણોત્સવથી થયેલી શરૂઆત આજે વર્ષમાં 100 દિવસ સુધી રહે છે. ત્રણ વર્ષમાં 11 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે.રણોત્સવમાં એક વર્ષના 3.89 કરોડના ખર્ચની સામે 80.90 કરોડની આવક થઇ છે. નવરાત્રી મહોત્સવ પાછળ દર વર્ષે 8 કોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે જેની સામે છેલ્લા ત્રણ વર્ષમાં 19 લાખ પ્રવાસીઓ નવરાત્રિ મહોત્સવમાં આવ્યા છે. પતંગ મહોત્સવમાં પણ 11 લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ઉદઘાટનના 553 દિવસમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 50 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો