ધોરણ 10ના રિઝલ્ટનું એનાલિસિસ:એ1 ગ્રેડ ધરાવનારા વિદ્યાર્થીની સંખ્યા 12,090 છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 1 અને 2વિષયમાં નાપાસની સંખ્યા છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધારે
 • 2021-2022માં છેલ્લાં 13 વર્ષમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓની સંખ્યા સૌથી ઓછી
 • ધો.10ના પરિણામ બાદ ગ્રેડ મુજબ કારકિર્દી ઘડવા માર્ગદર્શન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર પરિણામમાં એ1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 12,090 છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ નોંધાઈ છે. જો કે એક તેમજ બે વિષયમાં નાપાસ થનારાઓની સંખ્યા 8 વર્ષમાં સૌથી વધારે છે.

અંગ્રેજી માધ્યમના અંગ્રેજી વિષય કરતા ગુજરાતી માધ્યમના અંગ્રેજી વિષયમાં વધુ હાઈએસ્ટ માર્કસ વિદ્યાર્થીઓને આવ્યા છે. તે જ પ્રમાણે અંગ્રેજી માધ્યમના ગુજરાતી કરતા ગુજરાતી માધ્યમના અંગ્રેજી વિષયમાં હાઈએસ્ટ માર્કસ નોંધાયા છે.

વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં છેલ્લા 13 વર્ષોમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં શૈક્ષણિક વર્ષ 2020-2021ની તુલનામાં 85,064નો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-2022માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા એસએસસી બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયને સ્ટાન્ડર્ડ મેથ્સ તેમજ બેઝિક મેથ્સ એમ બે વિષયોમાં વિભાજીત કરવામાં આવતા 2,51,164 વિદ્યાર્થીઓને સીધો લાભ મળ્યો છે.

A-1 ગ્રેડ (91-99.99 PR)

 • સાયન્સમાં A ગૃપ સાથે JEEની તૈયારી
 • સાયન્સમાં બી ગૃપ લઈને નીટની તૈયારી
 • કોમર્સ કે આર્ટસમાં IIM-ઈન્દોર, IIM-રોહતક, IIM-દહેરાદૂન, IIM-બોધગયા, નિરમા, નેશનલ લો યુનિ., GNLUમાં ધોરણ 12 પછીથી સીધા જ એડમિશન માટે IPM-એટી, ક્લેટ જેવી એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી.

B-1 ગ્રેડ (71-80 PR)

 • સાયન્સ સ્ટ્રીમ- A ગૃપ સાથે કમ્પ્યુટર-IT,A-I, IOTની તૈયારી
 • ડેટા સાયન્સ જેવા કારકિર્દીના લોગોની પસંદગી(સા.પ્રવાહમાં પણ ઉપલબ્ધ)
 • સાયન્સ સ્ટ્રીમ બી ગૃપમાં પેરા મેડિકલ, ફાર્મસી,જેવા વિકલ્પોની વિચારણા.
 • કોમર્સ કે આર્ટસ સ્ટ્રીમ લઈને એકેડમિકલ ફિલ્ડમાં જવાનો વિકલ્પ.

B-2 ગ્રેડ (61-70 PR)

 • ડિપ્લોમા અભ્યાસક્રમની પસંદગી.
 • સાયન્સ સ્ટ્રીમમાં ‘બી’ ગૃપ લઈને ‘નર્સીંગ’નો વિકલ્પ (સામાન્ય પ્રવાહ માટે પણ ઉપલબ્ધ )
 • સામાન્ય પ્રવાહ (કોમર્સ, આર્ટસ) લઈને બેન્ક, ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સ,
 • કમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરવાનો વિકલ્પ.

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના અંગ્રેજીમાં સૌથી વધુ 99 માર્ક્સ
ગુજરાતી માધ્યમના ગુજરાતી વિષયમાં 99 માર્કસ હાઈએસ્ટ નોંધાયા. અંગ્રેજી માધ્યમના ગુજરાતી વિષયમાં 97 માર્કસ હાઈએસ્ટ નોંધાયા. અંગ્રેજી માધ્યમના અંગ્રેજી વિષયમાં 96 માર્કસ હાઈએસ્ટ એક વિદ્યાર્થીના નોંધાયા છે. જ્યારે ગુજરાતી માધ્યમના અંગ્રેજી વિષયના 99 માર્કસ હાઈએસ્ટ 22 વિદ્યાર્થીઓના નોંધાયા છે.

ધો.10ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 12 વર્ષમાં સૌથી ઓછી નોંધાઈ
ધો.10ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 12 વર્ષમાં સૌથી ઓછી નોંધાઈ. 2010-865564,2011-936485,2012-910365,2013-966114,2014-967958,2015-1055267,2016-785987, 2017-775013,2018-790240, 2019-822823,2020-792942,2021-857835,2022-772771 વિદ્યાર્થી હતાં.

વાલીઓને મૂંઝવતા સવાલોના જવાબ
પ્રશ્નઃ
મારી પુત્રી 90 ટકા સાથે પાસ થઈ છે, ધો11થી સીબીએસઈ કે આઈ.બી, આઈ.સી.એસ.ઈમાં પ્રવેશ મેળવી શકે ?
જવાબઃ ધોરણ 10 ગુજરાત સ્ટેટ બોર્ડમાંથી પાસ કર્યા બાદ અન્ય બોર્ડ ( જેવા કે CBSC,TB, ICSEમાં ધોરણ 11માં પ્રવેશ મળી શકે સહેલું નથી. ભવિષ્યમાં જેઈઈ,નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો સ્કોર લાવવાના હેતુથી ઘણાં સ્ટુડન્ટસ CBSC પસંદ કરતા હોય છે. જ્યારે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવા ઈચ્છુક સ્ટુડન્ટસ પોતાની પસંદગીના અભ્યાસક્રમોમાં સેન્ટ્રલ બોર્ડની રાજ્ય કક્ષાએ સીટો માટે બેઠકો ઓછી હોવાથી ગુજરાત બોર્ડમાં ટ્રાન્સફર લેતા હોય છે.

પ્રશ્નઃ અગાઉ મેથ્સથી ગભરાઈને બેઝિક મેથ્સ રાખ્યું હતું, પરંતુ મારા 80 માર્કસ આવ્યા, ઓવરઓલ 85 % છે. શું સાયન્સ સ્ટ્રીમ લઈ શકું?
જવાબઃ તમે એસએસસી બોર્ડમાં બેઝિક મેથ્સ વિષય રાખ્યો હોવા છતાં સાયન્સ સ્ટ્રીમમાં ‘બી’ ગ્રુપ લઈ શકો છો. તમે સ્ટાન્ડર્ડ મેથ્સ વિષય ના રાખ્યો હોવાથી સાયન્સ સ્ટ્રીમમાં ‘એ’ ગૃપ લઈ શકતા નથી.પણ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં જઈ શકો છો.

પ્રશ્નઃ મેં એસએસસી પાસ કર્યા બાદ દરેક ફિલ્ડમાં જઈ શકાય તે માટે સ્ટાન્ડર્ડ મેથ્સનો વિષય રાખ્યો હતો. મારા એસએસસી બોર્ડમાં 90 ટકા આવ્યા છે. આમ છતાં મારે કોમર્સ ફિલ્ડમાં જવુું છે ?
જવાબઃ SSCમાં 90 ટકા લાવ્યા બાદ પણ કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરવાનો આપનો નિ્ર્ણય યોગ્ય જ છે તમારી ટકાવારી જોતા તમે કોમર્સ ફિલ્ડમાંથી આઈઆઈએમ જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થામાંથી એમબીએ કરી શકો તે સી.એ., એ.સી.સી.સી.એ. સી.પી.એ. કે સી.આઈ.એમ.એ જેવી પ્રોફેશનલ ડિગ્રી મેળવી શકો છો. અથવા અત્યંત કઠીન ગણાતો પરંતુ ખૂબ જ મહત્વ ધરાવતો વૈશ્વિક કક્ષાનો એક્ચુરિયલ સાયન્સ (એ.એસ)નો અભ્યાસક્રમ પણ કરી શકો છો.

પ્રશ્નઃ મારો પુત્ર 85 ટકા માર્કસ લાવ્યો. તેને મેડિકલ, એન્જિનિયરીંગ કે સી.એ.જેવા ટ્રેડીશનલ ફિલ્ડમાં જવાના બદલે IASબનવાની ઈચ્છા છે?
જવાબઃ જો તે IAS બનવાના સ્વપ્નને સિરીયસલી તેમજ સિન્સિયરલી લેવા માંગતો હોય તો તેણે ‘આર્ટસ’ સ્ટ્રીમ પસંદ કરવી જોઈએ. તેમાં સાયન્સ અને કોમર્સ સ્ટ્રીમની સરખામણીમાાં સ્ટુડન્ટ્સને વધુ ફાઝલ સમય મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...