તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:અમદાવાદમાં ફ્લાઇટના પેસેન્જરોની સંખ્યા 19 હજારથી ઘટી 8 હજાર; ફ્લાઇટની સંખ્યા પ્રતિદિન 180થી ઘટી 80-90એ પહોંચી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • સામાન્ય દિવસોમાં રોજ સરેરાશ 25 હજારની અવરજવર હોય છે

અમદાવાદ સહિત દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ અમદાવાદ એરપોર્ટથી સંચાલિત ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. 2021ની શરૂઆતમાં કોરોનાના કેસો ઘટતા ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યા વધી હતી. અમદાવાદ એરપોર્ટ પર માર્ચ 2021માં 18550 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. પરંતુ માર્ચ અંત બાદ કોરોનાની બીજી લહેર પછી 8 હજાર પેસેન્જરો મુસાફરી કરી હતી.

મોટાપાયે ફ્લાઇટો કેન્સલ કરી
એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટથી દરરોજ 180થી વધુ ફ્લાઈટનું સંચાલન થતુ હતું. પરંતુ હાલમાં પેસેન્જરો ન મળતા મોટા પાયે ફ્લાઈટો કેન્સલ કરવી પડે છે. એક જ રૂટની બે કે તેથી વધુ ફ્લાઈટના પેસેન્જરોને મર્જ કરાય છે. હાલમાં અમદાવાદથી 80થી 90 ફ્લાઈટો જ ઓપરેટ થઈ રહી છે.

ડોમેસ્ટિક પેસેન્જર માત્ર 2.7 ટકા વધ્યા
વંદે ભારત મિશન હેઠળ સંચાલિત ઇન્ટરનેશનલ ફ્લાઈટો સિવાય તમામ ફ્લાઈટો બંધ છે ત્યારે આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં 47 ટકા જેટલો ઘટાડો થયો હતો જેની સામે ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં નજીવો 2.7 ટકાનો વધારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...