આવક વધી:STમાં તહેવારો માટે એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોની સંખ્યા ગત વર્ષ કરતાં બમણી થઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત ઓક્ટોબરમાં એક દિવસમાં 23 હજાર બુકિંગની સામે આ વખતે 47 હજાર ટિકિટ બુક

એસટીમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારા પેસેન્જરોની સંખ્યા સતત વધી રહી છે. જો કે ગત વર્ષે 2020માં કોરોનાને પગલે એસટી બસમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તેમ છતાં ઓક્ટોબર 2020 દરમિયાન એસટી બસમાં એક દિવસમાં ઓનલાઈન બુકિંગ કરાવનારા લોકોની સંખ્યા મહત્તમ 23,598 નોંધાઈ હતી. જેની સામે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા અને બસોનું સંચાલન યથાવત થતાં ઓક્ટોબર 2021માં એક દિવસમાં ઓનલાઈન બુકિંગ કરાવનારાની સંખ્યા વધીને 47697 નોંધાઈ હતી. મોબાઈલથી બુકિંગ કરાવનારાઓની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી છે.

કોરોના પહેલા મહત્તમ લોકો દિવાળી સમયે બસમાં એડવાન્સ બુકિંગ કરાવતા હતા. જેમાં એક દિવસમાં મહત્તમ બુકિંગ 45 હજારથી 50 હજાર સુધી નોંધાતું હતું. પરંતુ કોરોનાને કારણે બુકિંગ ઘટી ગયું હતું. ગત વર્ષે 2020માં ઓક્ટોબરમાં એક દિવસમાં 1406એ ઓનલાઈન, 4982એ મોબાઈલથી, 7276એ એજન્ટ પાસેથી જ્યારે 9,858 લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. જેનાથી નિગમને કુલ 51.24 લાખની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે ઓક્ટોબરમાં 4791એ ઓનલાઈન, 12754એ મોબાઈલથી, 15600એ એજન્ટ પાસેથી તેમજ 14552 લોકોએ કાઉન્ટર પરથી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. જેનાથી નિગમને 1.02 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે.

મોબાઈલથી બુકિંગ ત્રણ ગણું વધ્યું

બુકિંગનો પ્રકારસંખ્યાઆવકસંખ્યાઆવક
ઓનલાઈન14062.96 લાખ47919.71 લાખ
મોબાઈલ49829.95 લાખ1275425.72 લાખ
એજન્ટ727616.71 લાખ1560036.62 લાખ
કાઉન્ટર985821.48 લાખ1455229.81 લાખ

દિવાળીમાં ST વધુ બસો દોડાવશે

દિવાળીના તહેવારમાં પેસેન્જરોનો ધસારો જોતા એસટી નિગમે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય બસ સ્ટેન્ડથી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ અને સુરતથી સૌથી વધુ બસો સૌરાષ્ટ્ર, પંચમહાલ, ગોધરા તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લા મથકો માટે દોડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...