તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • The Number Of Parking Plots Has Been Increased To 32 As The Number Of Spectators For The Match Has Increased. 5,000 Police Personnel Will Be Deployed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-ઇંગ્લેન્ડ T-20:મેચ માટે પ્રેક્ષકોનો ધસારો વધતા પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારીને 32 કરાઈ, 5 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
 • કૉપી લિંક
બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે બસમાં બેસી સ્ટેડિયમ પહોંચ્યા હતા. - Divya Bhaskar
બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે બસમાં બેસી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
 • શહેરમાં 9 વર્ષ પછી ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમાઇ રહી હોવાથી ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ
 • મહિલાઓની સુરક્ષા માટે સ્ટેડિયમની અંદર અને બહાર મહિલા પોલીસની 24 શી-ટીમ સ્ટેન્ટ ટુ રહેશે
 • આજે સ્ટેડિયમ પર ટિકિટ વેચાણ ચાલુ રહેશે

શહેરમાં 9 વર્ષ પછી ઇન્ટરનેશનલ ટી-20 મેચ રમાઈ રહી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 70 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. આજે પણ સ્ટેડિયમ ખાતે વેચાણ ચાલુ રહેશે. પ્રેક્ષકોના ધસારાને ધ્યાનમાં રાખીને જીસીએ દ્વારા પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારીને 32 કરાઇ છે. જ્યારે દરેક પ્લોટ પરથી મહિલાઓ, વૃદ્ધો અને અશક્તોને ગ્રાઉન્ડ સુધી લઈ જવા માટે ફ્રી કાર સેવા શરૂ કરાઈ છે. જ્યારે મેચનો સમય રાતનો હોવાથી મેચ પૂરી થયા બાદ ઘરે જતી મહિલા-યુવતીઓને તકલીફ ન પડે માટે મહિલા પોલીસની 24 શી ટીમો સ્ટેન્ડ ટુ રહેશે. જ્યારે મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ, પાર્કિંગ પ્લોટ અને રોડ પર 5 હજાર પોલીસ અધિકારી-કર્મચારીનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝમાં હજારો પ્રેક્ષકો મેચો જોવા ગયા હતા. જ્યારે શુક્રવારે રમાનારી પહેલી ટી-20 મેચમાં 1 લાખ પ્રેક્ષકો આવવાનો અંદાજ છે. જેને ધ્યાનમાં રાખીને વાહન ચાલકો માટે પાર્કિંગ પ્લોટમાં વધારો કરીને 32 પાર્કિંગ પ્લોટ કરાયા છે. જો કે દરેક પાર્કિંગ પ્લોટ મિનિમમ 1થી 2 કિ.મી.જેટલા દૂર હોવાથી મહિલાઓ, વૃદ્ધો અને અશક્તોને પાર્કિંગથી સ્ટેડિયમ સુધી ચાલતા જવું ન પડે તે ફ્રી કાર સુવિધા કરાઈ છે. જેમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવનારને પાર્કિંગ થી સ્ટેડિયમ સુધી ફ્રીમાં લઈ જવામાં આવશે.

મેચ સાંજે 7 વાગ્યે શરૂ થઇ 10 સુધીમાં પૂરી થશે. દર્શક મહિલાઓ સલામત રીતે ઘેર પહોંચી જાય તે માટે અવાવરુ રસ્તાઓ પર મહિલા પોલીસની 24 ટીમ સ્ટેન્ડ ટુ રહેશે અને પેટ્રોલિંગ પણ કરશે.

ખાનગી કંપનીની વેબસાઈટ પર બુકિંગ થશે
એક ખાનગી મોબાઈલ કંપની દ્વારા ફ્રી કાર સેવા શરૂ કરાઇ છે. જેના માટે તે કંપનીની વેબસાઈટ પર વહેલાં તે પહેલાંના ધોરણે પાર્કિંગથી સ્ટેડિયમ સુધી લઈ જવા માટેનું બુકીંગ થશે. બુકિંગ કરાવનાર મહિલા, વૃદ્ધ અને અશક્ત વ્યકિતઓને પાર્કિંગથી ફ્રીમાં કારમાં સ્ટેડિયમ સુધી લઈ જવાશે.

દરેક વિસ્તારમાંથી દર 8 મિનિટે બસ મળશે
મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે દરેક વિસ્તારમાં એએમટીએસ-બીઆરટીએસની વધારાની બસો દોડાવાશે. લોકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે દર 8 મિનિટે બસ મળી રહે તેવી વ્યવસ્થા હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર મયંક સિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અડચણરૂપ વાહનો ટો કરી લેવાશે
સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 32 પ્લોટમાં વાહન પાર્કની વ્યવસ્થા કરાઇ છે. દરેક વ્યકિતએ પાર્કિંગ પ્લોટમાં જ વાહન પાર્ક કરવા. જો રોડ પર કે અડચણરૂપ વાહન પાર્ક કરેલું હશે તો 5 મિનિટમાં જ વાહન ટો કરાશે. તે માટે 12 ક્રેન સ્ટેન્ડ ટુ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો