• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Number Of Forms Filed For Coro's Death Assistance Exceeded The Official Death Toll In Just 7 Days; Official Mortality 3357, 3600 Forms Filled!

કોવિડ સહાય:7 દિવસમાં જ સત્તાવાર મૃત્યુઆંક કરતાં કોરોના મૃત્યુ સહાય માટે ભરાઈને આવેલાં ફોર્મની સંખ્યા વધી ગઈ; સત્તાવાર મૃત્યુઆંક 3357, 3600 ફોર્મ ભરાયાં!

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવાળી પછી કેસ વધતાં રેલવે સ્ટેશને બહારથી આવતાં પેસેન્જરોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. - Divya Bhaskar
દિવાળી પછી કેસ વધતાં રેલવે સ્ટેશને બહારથી આવતાં પેસેન્જરોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે.
  • કેસ વધતાં રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ પર બહારથી આવતા લોકોના ટેસ્ટ શરૂ કરાયા
  • 50 હજાર સહાય મેળવવા બુધવારે વધુ 800 ફોર્મ ભરાયા, બે દિવસમાં જ 1800 ફોર્મ ભરાઈને આવ્યા

સરકારી ચોપડે અમદાવાદમાં કોરોનાના કારણે સત્તાવાર 3,357 લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે બિનસત્તાવાર આંકડો આ કરતા ઘણો વધારે હોવાનું મનાઈ રહ્યું છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે કોરોનાથી મૃત્યુ થયું હોય તેમના પરિવારને 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી હતી. તે અનુસંધાને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી મૃતકોના પરિવાર પાસે અરજીઓ મંગાવવાની શરૂઆત કરી હતી. મ્યુનિ. સિવિક સેન્ટર પર છેલ્લા સાત જ દિવસમાં સહાય માટે ભરાઈને 3600 અરજી આવી છે. એટલે કે, સરકારે જાહેર કરેલા મૃતકોના આંકડા કરતા અરજીની સંખ્યાનો આંકડો વધી ગયો છે.

મ્યુનિ. દ્વારા ગયા બુધવારે શહેરના 60 સિવિક સેન્ટર ઉપર 250 લેખે 15 હજાર પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મૂક્યા હતા. સરકારે 21 નવેમ્બરના દિવસે સુધારા ઠરાવમાં કેટલીક સ્પષ્ટતા કરી છે. જેમાં કોવિડ-19 પરીક્ષણની તારીખથી અથવા ક્લિનિકલી કોરોનાની પોઝિટિવ કેસ તરીકે નક્કી થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહારના દર્દીના મૃત્યુને કોરોનાના કારણે મૃત્યુ ગણાશે. આ ઉપરાંત 0 દિવસ પછી પણ કોરોનાની સારવાર ચાલુ રહી હોય અને ત્યારબાદ મૃત્યુ થયું હોય તેને પણ કોવિડ-19 મૃત્યુ તરીકે ગણવામાં આવશે. પ્રથમ દિવસે જ સિવિક સેન્ટરો પરથી 15 હજારથી વધુ ફોર્મનું વેચાણ થયું હતું.

7 દિવસમાં કેટલી અરજી આવી

તારીખસંખ્યા
18-11-21150
19-11-21400
20-11-21450
22-11-21800
23-11-211000
24-11-21800
કુલ3600

24 કલાકમાં કોરોનાના નવા 13 કેસ, 3 હજારથી વધુને ઘરે જઈ રસી અપાઈ

​​​​​​​છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. 21,293 લોકોને રસી મૂકવામાં આવી હતી જેમાં 3,951 લોકોને પ્રથમ જ્યારે 17,342 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. મ્યુનિ. ની વેક્સિનેશન ઘર સેવા અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 3,787 લોકોએ ફોન પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે પૈકી 3,202 લોકોને મ્યુનિ. દ્વારા તેમના ઘરે જઈ રસી મૂકવામાં આવી હતી.

સિવિલમાં બે દર્દીને રજા અપાઈ, બે દાખલ
હાલમાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દી સારવાર હેઠળ છે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલમાં મંગળવારે બે પોઝિટિવ અને બે શંકાસ્પદ મળીને 4 દર્દી દાખલ હતા, જેમાંથી બે દર્દીના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા અપાઈ હતી. હવે માત્ર 2 દર્દી સારવાર હેઠળ છે. 6 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વેક્સિન સર્ટિફિકેટ માટે મોલ, હોટેલ, બેન્કોમાં પણ તપાસ
રસી નહીં લેનારા સામે ઝુંબેશના ભાગરૂપે બીજા દિવસે પણ મ્યુનિ.ની ટીમોએ 35 મોલ, 63 હોટેલ, 119 રેસ્ટોરાં અને 299 બેન્કમાં તપાસ કરી હતી. જેમાંથી કુલ 23 વ્યક્તિ એવી હતી જેમણે રસીનો એકપણ ડોઝ લીધો ન હતો. 299 બેંકમાં 4023 જેટલા સ્ટાફની તપાસ કરવામાં આવી હતી.જેમાં તમામે રસી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. મ્યુનિ. દ્વારા આગામી દિવસોમાં આ રીતે અન્ય બેંકની બ્રાંન્ચ પર પણ તપાસ કરવામાં આવશે. હોટેલ, રેસ્ટોરાં અને મોલમાં આ નિયમનું કડક રીતે પાલન થતું નહીં હોવાની અનેક ફરિયાદો મળતાં મ્યુનિ. આરોગ્ય વિભાગે 100 ટીમો બનાવી રસી સર્ટિફિકેટની ચકાસણી માટે ઝુંબેશ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...