ભાસ્કર એનાલિસિસ:ગુજરાતમાં કૂતરાની સંખ્યા 7 વર્ષમાં 85 હજાર વધી ગઈ, 7 વર્ષમાં દેશમાં 18 લાખ શ્વાન ઘટ્યાં

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજ્યમાં 2012માં 8.46 લાખ કૂતરાં હતાં

દેશમાં વર્ષ 2012થી 2019ના 7 વર્ષના સમયગાળામાં કૂતરાના પ્રમાણમાં 18 લાખ જેટલો ઘટાડો નોંધાયો છે જેની સામે ગુજરાતમાં 7 વર્ષમાં કૂતરાની સંખ્યામાં 85 હજારનો મોટો વધારો જોવા મળ્યો છે. દેશમાં 2012માં 19મી પશુ ગણતરી પ્રમાણે, કૂતરાની સંખ્યા 1.71 કરોડ હતી જે 2019માં 20મી ગણતરીમાં ઘટીને 1.53 કરોડ થઇ હતી. ઓડિશામાં કૂતરાની સંખ્યામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં કૂતરાની સંખ્યા બાબતે ગુજરાત આઠમા ક્રમે છે. મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો.

ઉત્તરપ્રદેશમાં 21 લાખ કૂતરા ઘટ્યા

રાજ્ય20192012
ગુજરાત931170846093
કર્ણાટક1141173876081
મધ્યપ્રદેશ10090761208539
મહારાષ્ટ્ર12763991216093
ઓડિશા1734399862520
રાજસ્થાન12755961151015
ઉત્તરપ્રદેશ20592614179245
પ.બંગાળ11401651157170
દિલ્હી6047260472
દેશ1530935517138349

​​​​​​​3 વર્ષમાં કૂતરાં કરડવાના 11 લાખ બનાવ

સંસદમાં એક સવાલના જવાબમાં માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં કૂતરા કરડવાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 2019માં કૂતરા કરડવાના 4.80 લાખ કેસ નોંધાયા હતા. 2020માં 4.31 લાખ જ્યારે 2021માં 1.92 લાખ કેસ જ નોંધાયા હતા. 2022માં 22 જુલાઇ સુધી (2022ના 202 દિવસ) 5459 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...