રિઅલ એસ્ટેટ માર્કેટ કોરોના પછી પણ કોરોના પહેલાંની સ્થિતિએ પહોંચી શક્યું નથી. કોરોના પૂર્વે 2019-20ના વર્ષમાં 3404 કરોડોના 2,28,128 દસ્તાવેજો થયા હતા, જ્યારે કોરોના બાદ વર્ષ 2021-22માં 2958 કરોડના 1,90,635 દસ્તાવેજ થયા હતા. આમ કોરોના પછી મકાનના દસ્તાવેજોમાં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021-22 કરતાં 2020-21માં દસ્તાવેજોની સંખ્યા ચાર ટકા વધુ હતી. 2021-22માં 1,90,635 દસ્તાવેજ, 2020-21માં 1,99,940 દસ્તાવેજ થયા હતા.
જોકે છેલ્લાં ત્રણ વર્ષમાં બોપલ, સોલા, વાડજ, પાલડી, નિકોલ, નરોડા, અસલાલી અને સાણંદ તાલુકામાં સૌથી વધુ દસ્તાવેજો થયા છે. કોરોના કાળમાં તેજીમાં બ્રેક લાગી હતી. કેટલાક સોદા રદ થયા હતા તો કેટલાકમાં નાણાંની ચુકવણી માટે વધુ સમય આપવા નવા એગ્રીમેન્ટ કરવા પડ્યા હતા. આ સ્થિતિમાં પણ 2021-22 કરતાં વર્ષ 2020-21માં સૌથી વધુ દસ્તાવેજ થયા હતાં. કોરોના બાદ નાના-મોટા પ્રત્યેક બિઝનેસને થયેલી અસર અને મકાનના ભાવમાં સામાન્ય વધારો થવાના લીધે દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
2021-22 કરતાં 2020-21માં દસ્તાવેજોની સંખ્યા 4% વધુ હતી
વર્ષ | 2019-20 | 2020-21 | 2021-22 | |||
વિસ્તાર | દસ્તાવેજ | આવક | દસ્તાવેજ | આવક | દસ્તાવેજ | આવક |
સોલા | 22,135 | 334 | 19,112 | 324 | 18,118 | 307 |
નિકોલ | 23,455 | 246 | 22,590 | 257 | 20,365 | 249 |
નરોડા | 24,728 | 267 | 21,156 | 239 | 18,965 | 202 |
નારોલ | 10,159 | 103 | 7,880 | 81 | 7,730 | 78 |
પાલડી | 16,145 | 366 | 14,250 | 271 | 12,781 | 260 |
મેમનગર | 11,823 | 346 | 9,722 | 245 | 9015 | 298 |
બોપલ | 14,742 | 404 | 13,704 | 285 | 12,810 | 345 |
ઓઢવ | 12,865 | 142 | 11,856 | 126 | 11,397 | 142 |
વાડજ | 22,054 | 276 | 17,531 | 213 | 16,397 | 199 |
અસલાલી | 16,796 | 175 | 15,169 | 150 | 14,434 | 177 |
ચાલુ વર્ષે બીયુ પછી દસ્તાવેજોની સંખ્યા વધશે
નવા મકાનો ઉપલબ્ધ છે, વેચાણ થઇ રહ્યું છે, દસ્તાવેજોની સંખ્યા હવે નોંધાશે. કોરોનાકાળમાં આઠથી દસ મહિના એક્ટિવિટી બંધ હતી. જેને જોતા વર્ષ 2019-20 કરતા 2021-22માં ઓછા સમયમાં વધુ મકાનોનું વેચાણ થયું છે. હાલ તૈયાર પ્રોજેક્ટમાં મકાનોની સંખ્યા લેનાર વર્ગ અલાયદો છે. ચાલુ વર્ષે બીયુ પછી દસ્તાવેજોની સંખ્યા વધશે. અગાઉ મોટાભાગની સ્કીમોમાં બીયુ પછી 20 ટકા માલ વેચાતો હતો. પરંતુ હવે ગ્રાહકો રાહ જોતા નથી. - તેજસ પટેલ, ગાહેડ પ્રમુખ
માર્ચ- 2022માં સૌથી વધુ 32,403 દસ્તાવેજો: ત્રણ વર્ષમાં માત્ર માર્ચના દસ્તાવેજો જોઇએ તો વર્ષ 2020માં 22,128 દસ્તાવેજોની 344 કરોડ, વર્ષ 2021માં 14,195ની 187 કરોડ અને વર્ષ 2022માં 32,403ની 491 કરોડ રજિસ્ટ્રેશન ફી પેટે સરકારને આવક થઇ છે. ગત માર્ચમાં સોલામાં 3286, નરોડા 3406, નિકોલ 3585, બોપલ 2310, પાલડી 2137, વાડજ 2539, અસલાલી 2654 દસ્તાવેજ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.