તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળમાં સુવિધા:અમદાવાદ જિલ્લામાં કોવિડ બેડની સંખ્યામાં વૃદ્ધિ 300 બેડમાંથી વધારીને બેડની સંખ્યા 1573 કરાઈ

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિંગરવા ખાતે 200 બેડની વેદાંતા મેકશિફ્ટ હોસ્પિટલ માટેનું આયોજન, રસીકરણમાં જિલ્લો પ્રથમ, 4 લાખથી વધુ લોકોનું રસીકરણ
 • નવી જાહેરાતથી 250 નર્સિંગ સ્ટાફ સેવારત, 20 બોન્ડેડ ડોક્ટર્સ હાજર
 • 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 54 બાયપેપ મશીનની વ્યવસ્થા કરાશે, અધિકારી-પદાધિકારીઓની ગ્રાન્ટમાંથી રૂ. ૫ કરોડથી વધુ રકમ વપરાશે

અમદાવાદ જિલ્લામાં કોવિડ મહામારી સામે જિલ્લા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે અને નાગરિકોને તમામ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. જે અનુસાર જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300થી વધારીને 1573 જેટલી કરી દેવાઈ છે.( 15 માર્ચ-27 એપ્રિલ, 2021). જેમાં 40થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી 1024 જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત હજુ વધારાના 200 બેડ માટે વેદાંતા હોસ્પિટલ સાથે વિચાર-વિમર્શ પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે 50 બેડ( 32 ઓક્સિજનવાળા, 18 ઓક્સિજન વિનાના)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-100, ટાટા ફાઉન્ડેશન-100, ઝાયડસ ફાઉન્ડેશન -100 બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે. આ ઉપરાંત બિરલા ફાઉન્ડેશને પણ જિલ્લામાં 2 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ પણ નાગરિકને સાધનોને અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે 30 જેટલા વેન્ટીલેટર(ઓન લોન) લેવા માટેનું આયોજન પણ પ્રગતિ હેઠળ છે.

જિલ્લામાં 20 જેટલા બોન્ડેડ ડોક્ટર્સ હાજર થયા છે અને નવી જાહેરાતના પગલે 250 વધુ નર્સિંગ સ્ટાફ દર્દીનારાયણની સેવામાં કાર્યરત થયો છે. નાગરિકનું જીવન અમૂલ્ય છે. અને તે ધ્યેયમંત્ર સાથે જ જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓએ પોતાની ગ્રાન્ટ આરોગ્યવિષયક સેવાઓમાં ફાળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગ્રાંટમાથી 7 એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીન જેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમ જ દસક્રોઈના ધારાસભ્ય અને સાણંદના ધારાસભ્યની 25 લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ડીએમએફ ગ્રાંટમાથી 50 લાખ, ડીડીઓ ગ્રાંટમાંથી 50 લાખ, જિલ્લા પંચાયતના પ્રમુખની ગ્રાંટમાથી રુ. 50 લાખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાંટમાંથી રુ. 25 લાખ,કારોબારી સમિતિની ગ્રાંટમાથી રુ. 15 લાખ, કોવિડની એન.એચ.એમ ગ્રાંટમાંથી રુ. 1 કરોડ, જિલ્લા પંચાયતની કોવીડ ગ્રાંટમાંથી રુ. 50 લાખ એમ વિવિધ સ્ત્રોતમાંથી કુલ 5 કરોડ અને 15 લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર તથા 45થી વધુ વર્ષના લોકો એમ કુલ 4,15,773 લોકોનું રસીકરણ કરીને અભૂતપૂર્વ કામગીરી કરી છે. એ જ રીતે અમદાવાદ જિલ્લામાં કોવિડગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચે તે માટે સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં 8462 રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોવીડનું સંક્રમણ અટકે તે માટે 123 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા 115,49,679 લોકોની આરોગ્ય તપાસ કરાઈ છે. તેમ જ આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા 7,48,650 ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં 30 જેટલા ધન્વન્તરી રથ દ્વારા 10 લાખથી વધુ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. અને 4 લાખથી વધુ લોકોના કોવીડ ટેસ્ટ કરાયા છે. જેમાં 5444 વ્યક્તિઓ કોવિડ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ અમદાવાદે નાગરિકોને સુરક્ષા-કવચ પુરુ પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો