તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ જિલ્લામાં કોરોનાની રસીના સરવેમાં 50 વર્ષની ઉપરના નાગરિકોનો સરવે પૂરો થયો છે. સરવેમાં ફાઇનલ આંકડો 3,18,075 એ પહોંચ્યો છે. સૌથી વધુ નાગરિકો વિરમગામમાં 46,315 અને સૌથી ઓછા ધોલેરામાં 12,343 નોંધાયાં છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે, રસી આપવા માટેની પૂરતી તૈયારીઓ થઇ ગઇ છે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ જ રસી આપવાની કામગીરી કરાશે.
સરવેની કામગીરી મતદારયાદીના આંકડાને આધારે કરાઇ છે. ડોર-ટુ-ડોર જઇને પણ સરવે કરાયો હતો. જેનો ફાઇનલ આંકડો ત્રણ લાખથી વધુ છે. રસી આપવાની શરૂઆત થાય ત્યારે જિલ્લામાં આ આંકડાના આધારે જ રસી અપાશે. આ ઉપરાંત 0થી18 વર્ષ સુધીના 1313 અને 19થી50 વર્ષ સુધીના 6313 નાગરિકો નોંધાયાં છે. આ ઉંમરના નાગરિકોનો સરવે હજુ ચાલુ છે, જે પૂર્ણ થયા પછી ફાઇનલ આંકડા જાહેર કરાશે. 50 વર્ષથી ઉપરના લોકોનો જિલ્લામાં સરવે કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાકને વિવિધ રોગ હોવાનું પણ બહાર આવ્યું છે.
તાલુકાવાર વાત કરીએ તો દસક્રોઇ તાલુકામાં કેન્સરના 68 દર્દી છે. તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના 5, કિડની ડાયાલીસીસના 44, થેલેસેમિયાગ્રસ્ત 6 છે. આ જ રીતે દેત્રોજ તાલુકામાંં કેન્સરના 14, થેલેસેમિયાના 1 અને એસઆઇવીના 16 દર્દીઓ છે. ધંધુકામાં કેન્સરના 27, કિડની ડાયાલીસીસ 4 2 દર્દી છે. ધોળકામાં કેન્સરના 157, કિડીની ડાયાલીસીસના 44, થેલેસેમિયાગ્રસ્ત દર્દી 31 દર્દી છે. તો સાણંદમાં કેન્સરના 41, કિડનીના 11, થેલેસેમિયાના 9 નોંધાયા છે. વિરમગામમાં કેન્સરના 69,કિડનીના 11 દર્દી નોંધાયા છે. બાવળામાં કેન્સરના 48, કિડનીના 16, થેલેસેમિયાના 11 છે. તો માંડલમાં કેન્સરના 13, કિડનીના 5, થેલેસેમિયાનો 1 દર્દી નોંધાયા છે. સરવે કરાયેલા નાગરિકો અન્ય રોગથી પણ પીડાય છે. જેઓને રસી આપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.