તાત્કાલિક સ્કૂલો બંધ કરો:રાજ્યમાં કેસનો આંકડો 200 સુધી પહોંચવા આવ્યો છે હવે સ્કૂલો ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન કરવી જોઈએ: વાલી મંડળ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગ સંચાલકો નહીં પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે: વાલી મંડળ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ગઈકાલે પણ ઘણા સમય બાદ કેસ 179 કેસ નોંધાયા હતા. ત્યારે સ્કૂલોમાં પણ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેથી તાત્કાલિક સ્કૂલો બંધ કરવા વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં તમામ વર્ગ ઓફલાઇન બંધ કરીને ઓનલાઇન ચાલુ કરવા માંગણી કરવામાં આવી છે.

ધો.6થી 12ના વર્ગ 15 જાન્યુઆરી સુધી બંધ કરો
રાજ્યભરમાં કેસ વધી રહ્યા છે. જેમાં સ્કૂલોમાં ભણતા ઘણા વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસ જોવા મળ્યા છે. જેથી સ્કૂલો ઓફલાઇન ચાલી રહી છે તે હવે ફરીથી ઓનલાઇન શરૂ કરવામાં આવે તેવી માંગણી વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. ધો.1 થી 5ના વર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવે તથા ધો.6થી 12ના વર્ગ 15 જાન્યુઆરી સુધી બંધ કરીને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવે તેવી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે: વાલી મંડળ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, કેસ ખૂબ જ ગતિથી વધી રહ્યા છે અને ગુજરાતની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે જેથી સ્કૂલો ઓનલાઇન શરૂ કરવામાં આવે. શિક્ષણ વિભાગ સ્કૂલ સંચાલકોની જગ્યાએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...