AMCની તૈયારી:કોરોનાની ત્રીજી લહેર પૂર્વે ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેના બેડની સંખ્યા બમણી કરીને 2247 કરાશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • રેમડેસિવિર સહિતની દવા ઉપરાંત ઓક્સિજન સપ્લાય વધારવા ખરીદી શરૂ, ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ રિઝર્વ રખાશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને રાખી કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે. બીજી લહેરમાં કોરોનાના કેસો વધતા શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ખૂટી પડ્યા હતા. ત્રીજી લહેરની આગોતરી તૈયારીના ભાગરૂપે મ્યુનિ. એ ઓક્સિજન બેડની સંખ્યા બમણી કરવા પ્લાનિંગ કર્યું છે. એસવીપી, વીએસ, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં અત્યાર સુધી ઓક્સિજનની જુદીજુદી કેટેગરીના 1,006 બેડ હતા જેમાં 1,241 બેડનો વધારો કરવા નિર્ણય કર્યો છે. આ સાથે હવે મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન, આઈસીયુ વેન્ટિલેટર વગર અને આઈસીયુ વેન્ટિલેટર સહિત બેડની સંખ્યા 2,247 થશે.

ત્રીજી લહેરને ધ્યાને રાખી અત્યારથી જ રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, એન્ટિવાઈરલ અને એન્ટિબાયોટિક દવાઓની ખરીદી કરવા પ્લાનિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાય માટે પીએસએ પ્લાન્ટ, ઓક્સિજન કોન્સનટ્રેટર અને જુદી જુદી ઓક્સિજન એજન્સી સાથેનું કોઓર્ડિનેશન કરવા અધિકારીઓને જવાબદારી સોંપી છે. ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા અને ખાસ કરીને પિડિયાટ્રિક આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર પ્રવીણ ચૌધરીએ કહ્યું કે, મ્યુનિ. ની પ્રાયોરિટી ઓક્સિજન બેડની જુદી જુદી કેટેગરીના બેડ વધારવાનો છે. હાલ નોર્મલ ઓક્સિજન બેડ, વેન્ટિલેટર બેડ વધારવા ઉપર ભાર મૂક્યો છે. બીજી વેવમાં ખાનગી હોસ્પિટલોમાં 20 ટકા એએમસી ક્વોટાના બેડ રિઝર્વ રખાયા હતા. જેનું પેમેન્ટ હજુ થયું નથી. તાજેતરમાં ડીવાયએમસીની અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીની બેઠક મળી હતી જેમાં જરૂર જણાશે તો ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના બેડ રિઝર્વ રાખવા વિચારણા થઈ હતી.

બેડમાં આટલો વધારો

બેડની કેટેગરીહાલવધશેકુલ
નોમર્લ ઓક્સિજન6299411570
ICU વેન્ટિલેટર વગર11450164
ICU વેન્ટિલેટર સાથે263250513
કુલ100612412247

​​​​​​​​​​​​​​સિવિલના નર્સિંગ સ્ટાફને આગોતરી તાલીમ આપવાનું પણ શરૂ
કોરોનાની ત્રીજી લહેરની આગોતરી તૈયારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને કોવિડના દર્દીઓની સારવાર કરવા માટેની સઘન તાલીમ આપવાનું અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કોરોનાના 7 નવા કેસ, વધુ 38 હજારને રસી
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જ્યારે આજે પણ એકેય દર્દીનું મૃત્યુ થયું નથી. 7 દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સોમવારે 37,723 લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં 22,181 પુરુષ અને 15,542 મહિલાનો સમાવેશ થાય છે. સોમવારે 1,225 લોકોએ ખાનગી રસી કેન્દ્રો ઉપર રૂપિયા ખર્ચીને રસી મૂકાવી હતી. હજુ પણ લોકોને રસીની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. જિલ્લામાં 25 દિવસ પછી 2 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...