હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. નાના મોટા અકસ્માત અને મારામારી જેવા બનાવોને ધ્યાનમાં રાખી અને 108 ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતો અને બનાવની સંખ્યા બપોરે 1 વાગ્યા બાદથી લઈને મોડી રાત સુધી થતી હોય છે. 108 ઇમરજન્સી સેવા સતત 24 કલાક કાર્યરત છે.
હોળી 3924- ઘૂળેટી 4773 ઈમરજન્સી કેસ
108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અંદાજ અનુસાર ઇમરજન્સીમાં હોળીના દિવસે 8.31 ટકા અને ધૂળેટીના દિવસે 31.74 ટકા વધારો થવાની શક્યતા છે. જે અનુક્રમે 3924 અને 4773 ઈમરજન્સી હશે. હોળી અને ધૂળેટીએ મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 51.75 ટકા (EMs-692) અને 99.12 ટકા (EMs–908) તથા અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં 50.66 (EMs – 506) અને 156.85 ટકા (EMs -863) વધારો થવાની સંભાવના છે.
ગયા વર્ષે 11 જિલ્લામાં અકસ્માતની સંખ્યા વધારે હતી
અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં મુખ્યત્વે પડી જવાની તથા શારીરિક હુમલાની ઇજાઓ વધવાને કારણે વધારો થશે. જ્યારે વાહન અકસ્માતમાં ટુ વ્હીલર વાહનોના અકસ્માતોમાં વધારો જોવા મળશે. ગત વર્ષના અંદાજ મુજબ અરવલ્લી, ભરૂચ, ભાવનગર , છોટાઉદેપુર , દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે.
ગયા વર્ષના તહેવારોમાં ઇમરજન્સી કેસોનું એનાલિસિસ
108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે. તેમનું સ્થાન ઈમરજન્સીની પેટર્ન અને છેલ્લા 3થી 4 વર્ષના તહેવારોની ઇમરજન્સી કેસોની સંખ્યા વગેરેના વિશ્લેષણો પર આધારિત હોય છે. આ વર્ષે હોળી તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે. હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ના લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે.
હોળી-ઘૂળેટીના તહેવારમાં શું-શું કરવું જોઈએ?
હોળી-ઘૂળેટીના તહેવારમાં શું-શું ન કરવું જોઈએ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.