શહેરમાં અકસ્માત માટે કુલ 22 બ્લેક સ્પોટ હતાં. ઇસ્કોન સર્કલ, પકવાન ચાર રસ્તા, સોલા ભાગવત, કારગિલ પેટ્રોલ પંપ, વાડજ સર્કલ, ડમરૂ સર્કલ, નોબલ નગર, રબારી કોલોની, નરોડા પાટિયા સહિત 20 બ્લેક સ્પોટમાં અકસ્માતની સંખ્યા ઘટતાં મૃત્યુમાં ઘટાડો થવાથી તેને બ્લેક સ્પોટની યાદીમાંથી દૂર કરાયા છે. રોડ સેફ્ટી કમિટીમાં આવેલાં સૂચનોના આધારે કમિટીની એક ટીમ બ્લેક સ્પોટ પર સંયુક્ત તપાસ કરે છે. તપાસ બાદ બ્લેક સ્પોટ પરથી બમ્પ, દિશાસૂચક સાઇન બોર્ડ, ડિવાઇડર, વૃક્ષ વધુ પહોળા હોય તેમાં સુધારો કરાતા વાહનચાલકોની સુવિધામાં વધારો થતાં અકસ્માતમાં ઘટાડો થયો છે.
છેલ્લા કેટલાક સમયથી રોડ સેફટીની બેઠક મળી નથી. જેથી જિલ્લાના બ્લેક સ્પોટમાંથી કેટલાક દૂર થયા તેની વિગતો હજી જાહેર થઇ નથી. જ્યારે આરટીઓના આંકડા મુજબ શહેરમાં 22 બ્લેક સ્પોટમાંથી 20 બ્લેક સ્પોટ દૂર થઇ ગયા છે. હજી સોલા ભાગવત સર્કલ અને કારગીલ પેટ્રોલપંપ સર્કલના બ્લેક સ્પોટ પર ઓબ્ઝર્વેશન ચાલે છે. જેનો રિપોર્ટ રોડ સેફટીની બેઠકમાં રજૂ કરાયો હતો.
ડિવાઈડર પહોળું કરવાથી માંડી સ્પીડ લિમિટ જેવા પગલાંથી પરિસ્થિતિમાં સુધારો
બ્લેક સ્પોટ | થયેલા સુધારા | મૃત્યુ (2018) | મૃત્યુમાં ઘટાડો (2019) |
ડમરૂ સર્કલ | ડિવાઇડર મોટું કર્યું | 2 | નથી |
નોબલનગર સર્કલ | ત્રિકોણ બગીચાના વૃક્ષ અને સાઇડન બોર્ડ દૂર કરાયા | 2 | નથી |
વિરાટનગર સર્કલ | ફલાય ઓવર થઇ ગયો | 5 | 2 |
હાટકેશ્વર | સાઇન બોર્ડ દૂર કર્યુ અને નો પાર્કિંગ ઝોનના બોર્ડ મુકાયા | 3 | નથી |
અસલાલી બાયપાસ સર્કલ | સ્પીડ લિમિટના બોર્ડ મૂકીને વૃક્ષ ટ્રિમિંગ કર્યા | 11 | 5 |
વર્ષમાં 5 વખત અકસ્માત થાય તો બ્લેક સ્પોટ કહેવાય
શહેરમાં કોઇપણ સ્થળે એક વર્ષમાં 5 વખત અકસ્માત સર્જાયા હોય અથવા એક જ અકસ્માતમાં 10ના મોત થયા હોય ત્યારે તે સ્થળના અંદાજે 500 મિટરના વિસ્તારને બ્લેક સ્પોટમાં મુકાય છે. આ પછી પોલીસ, ટ્રોફિક પોલીસ, આરટીઓ, આર.એન.બી., કોર્પોરેશન સહિત સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ સ્થળ તપાસ કરે છે. ત્રણ વર્ષ સુધી અકસ્માતમાં મૃત્યુ નોંધાય છે કે નહીં? તેની નોંધ કરાય છે. જો મૃત્યુ થાય નહીં તો તેને બ્લેક સ્પોટમાંથી દૂર કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.