રાત્રિ કર્ફ્યૂમાં રાહત:30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે, થિયેટર 100 ટકા, જ્યારે રેસ્ટોરાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

8 મહિનો પહેલા
  • લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટિંગ સલૂન રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે

રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ના બરાબર છે. બીજી તરફ, તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરાઈ છે. આગામી 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર, એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ સિનેમા હોલ તેમજ રેસ્ટોરાંનાં સમય અને ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ-રેસ્ટોરાંમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

થિયેટરો, હોટલ-રેસ્ટોરાંને મોટી રાહત
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે, જેથી 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં કે હાલમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી છે, એમાં બે કલાકની રાહત આપી 30 ઓક્ટોબરથી રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને થિયેટરો 100 ટકા પ્રેક્ષકો તેમજ હોટલ-રેસ્ટોરાંને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લાં રાખી શકાશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે
આ સિવાય તમામ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, બજાર, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે તેમજ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તિ બોલાવી શકાશે. ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈન્સના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિની જે મર્યાદા હતી એમાં વધારો કરીને 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમકોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિની મર્યાદા રહેશે.

અન્ય સમાચારો પણ છે...