નિયંત્રણો યથાવત:રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવાયો, ન્યૂયર સેલિબ્રેશન અંગે અવઢવ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારનું કર્ફ્યૂ અંગેનું જાહેરનામું 31મી ડિસેમ્બરે રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે
  • 8 મહાનગરોમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના અંત બાદ સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું રાત્રે 12 વાગે પૂરું થતું હોવાથી 31stની રાત્રે ઉજવણી કરી શકાશે કે નહીં તે અંગે હજુ પણ મૂંઝવણ છે.

8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં યથાવત
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે સોમવારે 20 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 21 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં છૂટછાટો યથાવત રખાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં રાત્રિના 1 વાગ્યાથી 31 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

રાજ્ય સરકારનું જાહેરનામું
રાજ્ય સરકારનું જાહેરનામું

સરકારનું જાહેરનામું

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત
  • રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
  • લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
  • કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર કર્યું

લગ્નપ્રસંગમાં 400 લોકોની છૂટ, અંતિમક્રિયામાં 100 વ્યક્તિની મર્યાદા
અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.