અમદાવાદ શહેના શ્યામલ વિસ્તાર સ્થિત હોસ્પિટલના નાઈટ એડમિને હોસ્પિટલમાં આવેલી આવકમાંથી એક લાખ રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા નોંધાવવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શ્યામલના ઓર્ચિડ હોસ્પિટલમાં ચોરીનો બનાવ બન્યો
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના શ્યામલ વિસ્તાર સ્થિત ઓર્ચિડ હોસ્પિટલમાં હેમદીપ પટેલ નાઈટ એડમિન તરીકે નોકરી કરે છે. તેનું કામ સ્ટાફનું ધ્યાન રાખવાનું અને નાઈટમાં જે પેશન્ટ હોય તેની ફી લેવાની, આ ઉપરાંત રિસેપ્શન ડેસ્ક સંભાળવાનું હોય છે. આખા દિવસનું જે કલેક્શન આવ્યું હોય તેના નાણાં ડ્યુટી પર હાજર જે તે ડોક્ટરને જમા કરાવવાનું હોય છે.
એડમિન ફોન સ્વીચ ઓફ કરીને ગાયબ થઈ ગયો
ગત સપ્ટેમ્બર મહિનામાં દિવસના એડમિન તરીકે કામ કરતાં અંકિત ભાઈએ હેમદીપને દિવસનું રૂ.60 હજારનું કલેક્શન આપ્યું હતું. ત્યારે હેમદીપ પાસે અન્ય કલેક્શન પણ આવ્યું હતું. પરંતુ બીજા દિવસે હેમદીપ તેની ડ્યુટી પર નહોતો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી ફરિયાદ કરનાર હોસ્પિટલના ડોક્ટર આગમ ગાર્ગીયાએ હેમદીપની પત્નીને ફોન કરતાં પત્નીએ કહ્યું હતું કે, હેમદીપ ક્યાં છે તેની કોઈ ખબર નથી.
પૈસા પરત ન કરાતા અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો
હેમદીપના પરિવારે પૈસા પાછા આપવાની વાત કરતાં સમાધાન થયું હતું. પરંતુ આજદીન સુધી પૈસા પાછા નહીં અપાતા હોસ્પિટલના ડોક્ટર આગમ ગાર્ગીયાએ રૂ.1 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.