NIDમાં કોરોનાની તપાસ:બીજા દિવસે 495 લોકોના કોરોના ટેસ્ટ, 3 પોઝિટિવ આવ્યા; સોમવારે કરાયેલા ટેસ્ટમાંથી 398ના રિપોર્ટ આવવાના બાકી

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
એનાઈડીમાં કોરોના વિસ્ફોટ થતાં સમગ્ર કેમ્પસને મ્યુનિ. દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. - Divya Bhaskar
એનાઈડીમાં કોરોના વિસ્ફોટ થતાં સમગ્ર કેમ્પસને મ્યુનિ. દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

કોરોનાનું હોટસ્પોટ બનેલા પાલડી એનઆઇડીમાં મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરેલી કોરોના ટેસ્ટ ઝુંબેશ હેઠળ સોમવારે 495થી વધુ ટેસ્ટ થયા છે. સોમવારે કરાયેલા ટેસ્ટમાં 97ના રીઝલ્ટ ધ્યાને લેતાં વધારે 3 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. મ્યુનિ. દ્વારા રવિવારે કરાયેલા 147 ટેસ્ટમાંથી 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. મ્યુનિ. દ્વારા એનઆઇડી કેમ્પસમાં તમામના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. ઓફલાઇન અભ્યાસ બંધ કરી તમામ વિદ્યાર્થીને તેમના રૂમમાં જ ભોજન મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સાથે ક્વોરન્ટાઇ અંગેન અન્ય તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં 24 કલાકમાં વધુ 18 કોરોના પોઝિટિવ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 કોરોના દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બીજી તરફ કોરોનામાં સાજા થતાં 5 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે 5777 નાગરીકોએ કોરોના રસી લીધી છે. જેમાં 344 નાગરિકોએ પ્રથમ ડોઝ, 3813એ બીજો ડોઝ અને 1620એ પ્રિકોશન ડોઝ મેળવ્યો છે. 12થી 14 વર્ષની ઉંમરના 153 બાળકોએ પ્રથમ ડોઝ અને 743 બાળકોએ બીજો ડોઝ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...