અમદાવાદમાં કિશોરોનું વેક્સિનેશન:બીજા દિવસે શહેરમાં 50 હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસીકરણ અભિયાનના બીજા દિવસે શહેરની 100થી વધુ સ્કૂલના 50 હજારથી વધુ વિદ્યાર્થીને રસી આપવામાં આવી હતી.  7 જાન્યુઆરી સુધી 2.5 લાખ બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
રસીકરણ અભિયાનના બીજા દિવસે શહેરની 100થી વધુ સ્કૂલના 50 હજારથી વધુ વિદ્યાર્થીને રસી આપવામાં આવી હતી. 7 જાન્યુઆરી સુધી 2.5 લાખ બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
  • ઉદગમ અને ઝેબર સ્કૂલના સંચાલકોએ વેક્સિન પેટે ઉઘરાવેલા રૂ.1500 વાલીઓએ વિરોધ કરતાં પરત આપવા પડ્યા

ઉદગમ અને ઝેબર સ્કૂલના સંચાલકોએ ખાનગી હોસ્પિટલ સાથે ટાઈઅપ કરીને વિદ્યાર્થીઓ પાસેથી કોવિડની વેક્સિન પેેટે રૂ. 1500 ઉઘરાવી લીધા હતા. જ્યારે વિદ્યાર્થીઓને વેક્સિન સરકાર દ્વારા સ્કૂલમાં ફ્રી આપવામાં આવી હતી. જેના કારણે કેટલાક વાલીઓએ વિરોધ કરતા સ્કૂલ સંચાલકોએ ઉઘરાવેલા રૂપિયા પરત આપવાની બાંયધરી આપી હતી. આ અંગે ઉદગમ અને ઝેબર સ્કૂૂલના સંચાલક મનન ચોકસીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શકયો ન હોતો.

શહેરમાં બુધવાર 50164 બાળકોને કોરોના રસી આપવામાં આવી છે. જ્યારે અન્ય લોકો મળીને શહેરમાં કુલ 72046ને રસી અપાઈ છે. શહેરમાં અત્યાર સુધીમાં 52508 લોકોએ પ્રથમ તો 19538 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. સૌથી વધુ ઉત્તર ઝોનમાં 9138 બાળકોને રસી અપાઈ છે.

લંડનથી આવેલી ફ્લાઈટના 180 પેસેન્જરમાંથી 11 પોઝિટિવ આવ્યા
હાઈરિસ્ક દેશમાં સામેલ લંડનથી સોમવારે મોડી રાતે આવેલી ફ્લાઈટમાં 180 પેસેન્જર આવ્યા હતા. તમામનો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 11 પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આ‌વ્યો હતો. પોઝિટિવ આવેલા તમામને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...