તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ તે કેવું શિક્ષણ?:ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને ગત વર્ષની જેમ જ આ વર્ષે પાસ કરવામાં આવ્યા, આગામી 7મી જુને નવું સત્ર શરુ થશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે ગઠિત કરેલી કમિટીએ પરિણામની પોલીસી જ નક્કી નથી કરી તો 11મા ધોરણમાં પ્રવેશમાં વિલંબ થશે

રાજ્યમાં ગત 11 જાન્યુઆરીથી સ્કૂલોમાં ફિઝિકલ શૈક્ષણિક કાર્ય શરુ થયુ હતું. પરંતુ ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થતાં સ્કૂલોમાં ફિઝીકલ શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સરકારે કોરોનાની સ્થિતિને જોતાં 15મી એપ્રિલે ધોરણ 1થી9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ત્યારે આ વર્ગના વિદ્યાર્થીઓને માર્કશિટ આપી દેવામાં આવી છે. માર્કશીટમા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિલીમરી પરીક્ષાના માર્કસ, એસાઈમેન્ટના આધારે ફાઈનલ માર્કશીટ બનાવવામાં આવી છે. હવે 7મી જૂને નવું સત્ર શરૂ થશે.

ધોરણ 11માં શૈક્ષણિક કાર્યમાં વિલંબ થશે
આગામી 7મી જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરુ થશે. છતાં ધોરણ 10 ના માસ પ્રમોશન મેળવેલ 8.53 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાના કોઈ ઠેકાણા નથી. જેના કારણે ધોરણ 11માં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે. સરકારે આ માટે રચેલી તજજ્ઞોની મીટિંગ માત્ર એક જ વખત યોજાઈ છે. ત્યારે આગામી સપ્તાહમાં મળનારી આ તજજ્ઞોની બેઠકમાં પરિણામને લઈ પોલીસી જાહેર કરવામાં આવશે.

ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો તેને લઈ સંચાલકો મુંઝવણમાં મૂકાયાં ( ફાઈલ ફોટો)
ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો તેને લઈ સંચાલકો મુંઝવણમાં મૂકાયાં ( ફાઈલ ફોટો)

માસ પ્રમોશન બાદ સંચાલકોની મુંઝવણ
આગામી 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થવાની છે. માસ પ્રમોશન વાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તો તેમને માર્કશીટ અપાશે કે પછી માત્ર પ્રમાણપત્ર જ આપવામાં આવશે? આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટમાં પણ SSCની જે તે વર્ષમાં અને જે બેઠક નંબરથી પરીક્ષા આપી હોય તેની નોંધ લખાય છે, આ વખતે નોંધમાં માસ પ્રમોશન લખાશે કે કેમ? ધોરણ 10ની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફીકેટના આધારે ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માર્કશીટ અપાશે કે માત્ર પ્રમાણ પત્ર? LCમાં શું લખાશે અને ધોરણ 11માં પ્રવેશ કેવી રીતે આપવો તેને લઈ સંચાલકો મુંઝવણમાં મૂકાયાં છે.

જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી ( ફાઈલ ફોટો)
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી ( ફાઈલ ફોટો)

5મી એપ્રિલે ફરી સ્કૂલો બંધ કરાઈ હતી
રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે સરકારે 18મી માર્ચથી 10મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું, ત્યારે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયું હતું. પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...