કામગીરી:નવા મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર જ રહેવા આદેશ, અધિકારીઓ સાથે ચર્ચા કરી કામ સમજવું પડશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતવિસ્તારમાં સરઘસ નહીં કાઢવા સૂચના

ગુજરાત સરકારમાં નવા બનેલાં તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ ઉપરથી આવી જતાં, તમામ મંત્રીઓએ પોતાના વિભાગની કામગીરી સમજી, અધિકારીઓ સાથે બેઠકો કરી, તમામ પદ્ધતિઓ અને આગામી સમયમાં કરવાના કામોની રૂપરેખા અંગે ચર્ચા કરવાની રહેશે.

મંત્રીમંડળના તમામ 24 સભ્યોએ ગાંધીનગર છોડીને ક્યાંય જવાનું નથી. આ તમામ મંત્રીઓને ઓફિસો ફાળવાઇ ગઇ છે અને તેમણે સૌએ સોમવારે કાર્યાલયમાં હાજર થઇ જઇ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી દેવાની છે. હજુ ઘણાં મંત્રીઓ અત્યાર સુધી ધારાસભ્યો જ હતાં તેથી તેઓ સરકારના અધિકારીઓ સાથે ખાસ સંપર્ક ધરાવતાં ન હતા. આ મંત્રીઓએ પોતાના વિસ્તારમાં જવાનું નથી કે ત્યાં તેમના સમર્થકોએ તેમના માન સન્માનમાં રેલી, સરઘસ કે ઉજવણી કરવાના નથી. આ દિવસો દરમિયાન ભાજપની એક મીટિંગ મળશે, તેમાં સંગઠનના હોદ્દેદારો અને મંત્રીમંડળની એક સંકલન બેઠક પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...