• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The New Gujarat Chief Minister Bhupendra Patel's Cabinet Was Sworn In Today, Saurashtra D. Heavy Rains Forecast In Gujarat, 100% FDI Allowed In Telecom Sector

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતના નવા મંત્રીમંડળની આજે શપથવિધિ, સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ટેલિકોમ સેક્ટરમાં 100% FDIને મંજૂરી

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે ગુરુવાર, તારીખ 16 સપ્ટેમ્બર, ભાદરવા સુદ દસમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે બપોરે 1.30 વાગ્યે રાજભવનમાં શપથવિધિ.
2) ડિપ્રેશનની અસરને કારણે આજે જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, અમરેલીમાં ભારે વરસાદની આગાહી
3) ભરૂચ જિલ્લામાં રેલવેના ફ્રેઈટ કોરિડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં વિસંગતતા મુદ્દે ખેડૂતોનાં ધરણાં
4) આયુર્વેદ શાખા દ્વારા ગાંધીનગરમાં આજથી 3 દિવસનો નિ:શુલ્ક આયુર્વેદ હોમિયોપેથી મેગા કેમ્પ યોજાશે
5) પાટણ જિલ્લામાં આજથી તમામ ગામોમાં ગ્રામસભાઓ યોજી કોરોનાનું રસીકરણ કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભાજપમાં ડખો:મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી, શપથવિધિનાં પોસ્ટર્સ લગાવાયાં બાદ હટાવાયાં

બુધવારે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. સવારે ભાજપના પક્ષ-પ્રમુખ પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર પણ વધી હતી. એ ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો, જેમાં મંત્રીઓનાં નામની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી. એક બાજુ, રાજભવન ખાતે શપથવિધિનાં પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં.
વાંચો વિગતવાર સમાચાર

2) વિજય રૂપાણી-નીતિન પટેલને મનાવવા 3 કલાક સુધી પ્રયાસ, નીતિનભાઈ રાત્રે શંકરસિંહને મળ્યાની આશંકા
નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂંકથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વરિષ્ઠ નેતાઓ નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના નારાજ થયાનું મનાય છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે તેમની સાથે ત્રણ કલાક મિટિંગ કરી હતી. બીજી તરફ નારાજ થયેલા નીતિન પટેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા છે.
વાંચો વિગતવાર સમાચાર

3) પેલિકનવાળા કિશનભાઈની સાથે કારમાં તણાયેલા ડ્રાઇવરે લીમડાની ડાળ પકડી લઈ જીવ બચાવ્યો
રાજકોટમાં મંગળવારે સવારે છાપરા ગામ નજીક પૂરમાં તણાયેલી કાર સાથે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો પાર્થિવદેહ મળ્યો હતો. આ ઘટનામાં હેમખેમ બચી ગયેલા અન્ય ડ્રાઈવર સંજય બોરીચાએ દિવ્ય ભાસ્કરને પોતાની આપવીતી વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે કા૨ તણાતી વખતે મેં પાટુ મારી દ૨વાજો ખોલી નાખ્યો અને લીમડાની ડાળી હાથમાં આવી એટલે મારો જીવ બચી ગયો.
વાંચો વિગતવાર સમાચાર

4) ટેલિકોમ સેક્ટરને કેન્દ્રની ભેટઃ 100% વિદેશી રોકાણને મંજૂરી, સિમ કાર્ડ લેવા માટે નહિ ભરવું પડે KYC ફોર્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ટેલિકોમ અને ઓટો સેક્ટર્સ ક્ષેત્રમાં ઘણા મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. ટેલિકોમ સેક્ટરમાં ઓટોમેટિક રૂટથી 100% FDIને મંજૂરી મળી ગઈ છે. આ સેક્ટરમાં 9 મોટા ફેરફાર કરતાં સરકારે હવેથી નવું સિમ કાર્ડ લેવું કે પોસ્ટપેડથી પ્રીપેઈડ કરવા જેવાં તમામ કામો માટે KYC ફોર્મ ભરવામાંથી મુક્તિ આપી છે. આ માટે ડિજિટલ KYC માન્ય રહેશે.
વાંચો વિગતવાર સમાચાર

5) રાંચી- ધનબાદ હાઇવે પર કાર-બસ ટકરાતાં ભીષણ આગ, કારમાં સવાર 5 લોકો ભડથું થઈ ગયાં
ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવારે ગંભીર અકસ્માત થયો છે. એમાં 5 લોકો આગમાં ભડથું થઈ ગયા છે. ઘટના રજપ્પા પોલીસ સ્ટેશનના ક્ષેત્ર હેઠળ આવતા NH-23ના મુરુબંદા વિસ્તારની છે. અહીં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર અને બસની ટક્કર થઈ ગઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આગ જોઈને બસમાં સવાર મુસાફરો બારીમાંથી કૂદીને ભાગ્યા હતા. કારમાં સવાર 5 લોકોને તો નીકળવાની તક પણ ન મળી.
વાંચો વિગતવાર સમાચાર

6) તાલિબાનનાં બે જૂથ વચ્ચે તિરાડ, મુલ્લા બરાદરની ખલીલ-ઉર-રહમાન હક્કાની સાથે ઝપાઝપી થતાં વિવાદ
અફઘાનિસ્તાનમાં સરકાર બનાવ્યા પછી તાલિબાનનાં બે જૂથમાં ફરી એક વખત તિરાડ પડી છે. કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં જ ડેપ્યુટી PM મુલ્લા અબ્દુલ ગની બરાદર અને ખલીલ-ઉર-રહમાન હક્કાની સાથે ગયા સપ્તાહમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. આને પગલે બંને જૂથના સમર્થકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. ઝઘડો એ વાત વિશે પણ હતો કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતની ક્રેડિટ કોને આપવી?
વાંચો વિગતવાર સમાચાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતના રાજકારણમાં મોટી ઊથલપાથલો વચ્ચે શનિ-રવિ આનંદીબેન પટેલ ગાંધીનગર આવશે
2) એપલે લોંચ કર્યો આઈફોન 13 અને 13 મિની, જૂના મોડલ કરતાં વધારે બ્રાઈટ ડિસ્પ્લે મળશે, તેની પ્રારંભિક કિંમત રૂપિયા 51400
3) અમદાવાદનાં ચંડોળા, વસ્ત્રાપુર, થલતેજ, મલાવ સહિતનાં 37 તળાવની અંદાજિત 3.60 કરોડના ખર્ચે સાફસફાઈ કરાશે
4) રાયબરેલી કે અમેઠીની બેઠક પરથી મેદાનમાં ઊતરવાની તૈયારી, વિધાનસભા ચૂંટણી લડનારી ગાંધી પરિવારની પ્રથમ સભ્ય
5) PM મોદીએ સંસદ ટીવીનો પ્રારંભ કરાવ્યો, કહ્યું- ભારતમાં લોકશાહી ફક્ત બંધારણનું માળખું નથી, જીવનધારા પણ છે
6) કોરોનાકાળમાં મસીહા બનેલા સોનુ સૂદની ઓફિસ પર આવક વેરા વિભાગની ટીમ ત્રાટકી, એક્ટર 19 દિવસ અગાઉ કેજરીવાલને મળેલો

આજનો ઈતિહાસ
વર્ષ 1959માં આજના દિવસે ઝેરોક્સ કોર્પોરેશને વિશ્વનું પ્રથમ ઓટોમેટિક ફોટોકોપી મશીન લોંચ કર્યું હતું. 294 કિલોનું આ મશીન એક મિનિટમાં 7 પેજ પ્રિન્ટ કરતું હતું.

અને આજનો સુવિચાર
વિશ્વાસ અને અંધવિશ્વાસ બંને અલગ વસ્તુઓ છે – જેમને આટલું સમજાઈ ગયું તેમને ઈશ્વરની પ્રાપ્તિ જરૂર થઇ જાય

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...