વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. ઘાટલોડિયામાં તેમને 'દાદા' ના હુમલામણા નામથી પણ ઓળખવામાં આવે છે. આમ હવે ગુજરાતમાં બાપા, બેન, ભાઈ બાદ ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી તરીકે નિમાયા છે.
કેશુભાઈ પટેલ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા રહી ચૂકેલા એવા કેશુભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં 'બાપા' તરીકે ઓળખાતા હતા. તેઓ 1995 અને 1998 એમ બે ટર્મમાં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.
આનંદી 'બેન' પટેલ
નરેન્દ્ર મોદીની દેશના વડાપ્રધાન તરીકે સત્તાવાર જાહેરાત બાદ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમના રાજીનામાં બાદ ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે મહેસૂલમંત્રી આનંદી બહેનની પસંદગી કરવામાં આવી હતી. આનંદીબેન પણ 'બેન'ના નામથી જાણીતા હતા.
વિજયભાઈ રૂપાણી
ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી ભાજપની છબી ખરડાઈ હતી. જેથી સરકારની છબિ 'સંવેદનશીલ' તરીકે રજૂ કરવામાં ભાજપ સંગઠને કોઈ કસર એ વખતે છોડી નહોતી. 2016માં મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીને પણ વિજય 'ભાઈ' તરીકે ઓળખવામાં આવતા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.