• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The New Chairman And Deputy Chairman Of The School Board Have Been Appointed In Ahmedabad But The Name Of The Old Chairman Is Still On The Website.

વિવાદ:અમદાવાદમાં સ્કૂલ બોર્ડના નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન નિમાયા પણ વેબસાઈટ પર જુના ચેરમેનનું નામ હજી યથાવત્

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેબસાઈટ પર હજી જુના ચેરમેનનું નામ યથાવત - Divya Bhaskar
વેબસાઈટ પર હજી જુના ચેરમેનનું નામ યથાવત
  • સ્કૂલ બોર્ડના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની 20 સપ્ટેમ્બરે વિધિવત રીતે વરણી કરાઈ હતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની 20 સપ્ટેમ્બરે વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી. AMC સ્કૂલ બોર્ડના નવા ચેરમેન બન્યાને 13 દિવસ જેટલો સમય થયો છે. પરંતુ સ્કૂલ બોર્ડની વેબસાઈટમાં હજુ ચેરમને તરીકે જૂના ચેરમેન જ યથાવત જ રહ્યા છે. સ્કૂલ બોર્ડ જ સક્રિય નથી તો સ્કૂલ બોર્ડના શિક્ષકો અને અધિકારીઓ સક્રિય હશે કે કેમ તે અંગે સવાલ છે.

નવા ચેરમેન નિમાયા પણ વેબસાઈટ પર જુના ચેરમેનનું નામ
AMC સ્કૂલ બોર્ડની amcschoolboard.org નામની વેબસાઇટ છે.13 દિવસ અગાઉ જ જૂના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમરની સમય મર્યાદા પૂર્ણ થતાં નવા ચેરમેન તરીકે ડૉ.સુજય મહેતા નિમાયા છે. ડૉ.સૂજય મહેતા 13 દિવસ અગાઉ નિમાયા પરંતુ સ્કૂલ બોર્ડની વેબસાઇટ પર હજુ સુધી જૂના ચેરમેન ધીરેન્દ્ર સિંહ તોમરનું નામ જ રાખવામાં આવ્યું છે. ઓનલાઇન શિક્ષણ અને સતત સક્રિય હોવાનો દાવો કરતા કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની રોજ રોજ અપડેટ થતી વેબસાઇટ પર 13 દિવસ બાદ પણ નવા ચેરમેનનું નામ મુકાયું નથી.

સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સૂજય મહેતા
સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સૂજય મહેતા

20 સપ્ટેમ્બરે વિધિવત રીતે વરણી કરાઈ હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની 20 સપ્ટેમ્બરે વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી. સ્કૂલ બોર્ડના સભ્યોની જાહેરાત એક મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિપુલ સેવકને ચેરમેન અને ડો. સુજય મહેતાને ડેપ્યુટી ચેરમેન તરીકે મુકવાનું લગભગ ફાઈનલ હતું. જોકે છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરીને ડો. સુજય મહેતાને સ્કૂલ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં.

22 જુલાઈએ સ્કૂલ બોર્ડના સભ્યોએ ફોર્મ ભર્યા હતા
મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડો. સુજય મહેતાને ચેરમેન તરીકે જ્યારે વિપુલ સેવકને ડેપ્યુટી ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. મેયર અને સ્કૂલ બોર્ડના સભ્યોએ તેમને અભિનંદન આપ્યા હતા. સ્કૂલ બોર્ડમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને સરકારના 3 એમ કુલ 15 સભ્યો છે. 22 જુલાઈના રોજ સ્કૂલ બોર્ડના સભ્યોએ ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસના 1 અને ભાજપના 11 સભ્યોની જાહેરાત કરાઈ હતી. સ્કૂલબોર્ડના સભ્યો તરીકે ડો.સુજય મહેતા ગત ટર્મમાં પાલડી વોર્ડના કાઉન્સિલર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...