તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમાં છેડતી:જુહાપુરામાં પાડોશી યુવકે પરિણીતા સામે હાથ વડે બિભત્સ ઈશારા કર્યા, રોડ પર જતાં પીછો કરી છેડતી કરી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જુહાપુરા વિસ્તારમાં બરફની ફેકટરી રોડ પર પરિણીતાને ઘરની સામે જ રહેતા યુવકે હાથથી ગંદા ઈશારા કરી બિભત્સ વર્તન કર્યું હતું. એકવાર સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ કરી ન હતી. બીજા દિવસે રોડ પર પરિણીતા જતી હતી ત્યારે યુવકે પીછો કરી હાથથી અને આંખોથી ગંદા ઈશારા કરી છેડતી કરી હતી. આ મામલે પતિને વાત કરતા તેઓએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પરિણીતાએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી
જુહાપુરા વિસ્તારમાં પરિણીતા તેના પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. ઘરની સામે શોએબ નામનો યુવક રહે છે. બે દિવસ પહેલા જ્યારે પરિણીતાનો પતિ નોકરી ગયો હતો સાંજે કપડાં લેવા પરિણીતા કમ્પાઉન્ડમાં ગઈ હતી. દરમ્યાનમાં શોએબ તેના ધાબે આવી પરિણીતાને જોઈ ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. જેથી પરિણીતા ગભરાઈ અને ઘરમાં જતી રહી હતી. પાડોશીને જાણ કરતાં તેઓ ભેગા થઈ ગયા હતા અને 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી. જો કે સમાજમાં બદનામીના ડરથી તેઓએ ફરિયાદ કરી ન હતી.

યુવક પીછો કરતા પરિણીતા ગભરાઈ ગઈ હતી
આ ઘટના બાદ પણ શોએબ અટક્યો ન હતો. બીજા દિવસે જ્યારે પરિણીતા ઘરની બહાર નીકળી વસ્તુ લેવાં જતી હતી ત્યારે તેનો પીછો કરી હાથ અને આંખ વડે ઈશારા કર્યા હતા. જેથી પરિણીતા ગભરાઈ ઘરે જતી રહી હતી. સાંજે પતિ ઘરે આવતાં તેણે વાત કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં શોએબ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...