સંશોધન:અશ્વગંધામાં રહેલું કુદરતી રસાયણ ‘વીથેનોન’ કોરોના વાઈરસના સંક્રમણના વૃદ્ધિદર અટકાવે છે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • IIT દિલ્હી અને જાપાનની પ્રતિષ્ઠિત સંસ્થાએ સંશોધન પછી સમર્થન આપ્યું

કોરોના વાઈરસને SARS-C0V-2 નામથી ઓળખીએ છીએ, ત્યારે કોરોના વાઈરસને  નિષ્ક્રિય બનાવવાનું પોટેન્શિયલ ડ્રગ અશ્વગંધાને સત્તાવાર રીતે સમર્થન મળી ગયું છે, એટલે કે અશ્વગંધાને કોરોના સામે માત્ર પ્રિવેન્ટીવ થેરાપેટીક ડ્રગ તરીકે નહીં પણ પર્ટીક્યુલર થેરાપેટીક ડ્રગ તરીકે પણ સ્વીકારવામાં આવશે. આજ દિન સુધી કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ઇમ્યુનિટીને અંતિમ બિંદુ માનવામાં આવતું હતું. પણ હવે તેનાથી એક સ્ટેપ આગળ વધીને શરીરમાં સંક્રમણ થયા પછી તેને વધતું અટકાવવાનું સંશોધન સફળ પુરવાર થયું છે.

એક જીવાણુંમાંથી હજારો જીવાણું બને છે
આઇઆઇટી-દિલ્હી અને જાપાનની નેશનલ ઈિન્સ્ટટ્યૂટ ઓફ એડવાન્સ ઇન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (AIST)એ પોતાની ઇન્ટરનેશનલ લેબોરેટરી (DAILAB)માં સંશોધન કરીને સિદ્ધ કર્યું છે કે, અશ્વગંધામાં રહેલું નેચરલ રસાયણ તત્વ ‘વીથેનોન’ એ કોરોનાના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરી સંક્રમણનાં વૃદ્ધિદરને અટકાવે છે. આપણે જાણીએ છીએ કે, મૂળ કોરોના વાઈરસ ચાર પ્રોટીનનું બનેલું છે , જેમાં એસ-પ્રોટીન(S-PRO) સૌથી બહાર છે, સ્પાઇક છે તે માનવ શરીરના કોષને પહેલાં સંક્રમિત કરી પ્રવેશે છે. જ્યારે આ વાઈરસનો આત્મા એટલે કે એમ-પ્રોટીન જે માત્ર RNAનું બનેલું છે. તે માનવકોષનાં DNAને સંક્રમિત કરીને એક જીવાણુમાંથી હજારો જીવાણું બનાવે છે, આમ મલ્ટિપ્લિકેશનનું કામ એક ઝેરોક્ષ મશીન જેવું છે, જેથી એકમાંથી હજારો વાઈરસની કોપી ટુંક જ સમયમાં તૈયાર થઇ જાય છે.

અશ્વગંધા એન્ટિવાઇરલ ડ્રગ તરીકે પુરવાર થાય તેવી શક્યતા
આ વીથેનોન નામનું રાસાયણિક તત્વ કોરોનાના એમ-પ્રોટીનને ઇનઇફેક્ટિવ કરવામાં સફળ થયું છે, એવું આઇઆઇટીનાં સંશોધનનાં પુરવાર થયું છે, જેથી અશ્વગંધા મોર્ડન સાયન્સ પ્રમાણે થેરોપેટીક એન્ટીવાયરલ ડ્રગ તરીકે પુરવાર થઇ શકે છે. અશ્વગંધાના સેવનથી દર્દી મૃત્યુ જેવી ઘાતક અવસ્થામાં જતો નથી. ચીન પણ મુલેઠીથી કોરોનાનું સંક્રમણ અટક્યાનું માને છે.  (સમીર રાજપૂત સાથે થયેલી વાતચીતને આધારે)

મૂળને ખાંડી બનાવેલું ચૂર્ણ રોજ લઈ શકાય
અશ્વગંધાનું લેટિન નામ ‘વિથેનિયા સોમન્ફેરા છે, તેના બીજને ઇન્ડિયન વિન્ટર ચેરી તરીકે ઓળખાય છે. અત્યાર સુધી બલ્ય, તેજ, ઓજ અને એન્ટિએજિંગ માટે વપરાતું અશ્વગંધા હવે કોરોનાના વાઈરસ સામેનો જંગ જીતાડશે. અશ્વગંધાના મૂળમાં આ તત્વ હોવાથી તેના મૂળ લાવીને ખાંડીને તેનું ચૂર્ણ બનાવીને સેવન કરવું અતિલાભદાયક છે.

અન્ય સમાચારો પણ છે...