• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The National Flag Will Be Hoisted, But The Gram Sabhas Will Not; The Work Of Convening The Gram Sabha For Har Ghar Tricolor Has Been Stopped

તલાટીઓની હડતાળ:રાષ્ટ્રધ્વજ ફરકાવશે, પરંતુ ગ્રામસભાઓ નહીં કરે; હર ઘર તિરંગા માટે ગ્રામસભાબોલાવવાની કામગિરી ઠપ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઘોષણા કેન્દ્ર સરકાર ધ્વારા કરાઈ છે બરોબર આજ સમયે ગુજરાતભરના તલાટીઓએ પોતાની માગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. દસક્રોઈ તાલુકાના ગ્રામ પંચાયતમાં પણ તલાટીઓએ ટીડીઓને આવેદનપત્ર આપી હડતાળ નું એલાન કર્યું હતું.

આવેદનપત્ર રાજ્ય તલાટી મંડળના આદેશ મુજબ તલાટીઓ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પુરા માનસન્માન સાથે ફરકવાશે એવું જણાવાયું હતું. પરંતુ હર ઘર તિરંગા માટે 10 ઓગસ્ટ સુધી ગ્રામ સભા બોલાવવાની કામગીરી નહિં કરે.

દસક્રોઈના 55 અને 332 તલાટીઓ હડતાળમાં
તલાટી કમ મંત્રીઓએ ફિક્સ પગારની 5 વર્ષની નોકરી સળંગ ગણવાની માગ ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળે કરી હતી આ બાબતે અગાઉ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે 4 મે, 2022ના રોજ મીટિંગ કરી હતી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાની વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ કર્યા પછી તેને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણ મળ્યા નથી તે મંજૂર કરવા અને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં મેળવવા પરીક્ષા રદ કરવાની માગ કરી હતી.

વિરમગામ નિરાકરણ ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ
આજરોજ 02/08/2022ના તલાટી કમ મંત્રી શ્રીની હડતાળ અનુસંધાને રાજ્ય તલાટી મહા મંડળ અને અમદાવાદ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળની સૂચના મૂજબ વિરમગામ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી કાલે સાંજે 6.10વાગ્યે રીમુવ થઈ ગયા અને આજે સવારે 10.30વાગ્યે તમામ તલાટી કમ મંત્રીશ્રીઓની ગ્રામ પંચાયતની ચાવી, સિક્કા અને 15માં નાણાપંચની DSC વિરમગામ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખશ્રી કમલેશભાઈ ઓગણીયા ને જમાં કરાવી હતી

સાણંદના 55 જિલ્લાના 332 તલાટીઓ હડતાળમાં ઉતર્યા
રાજ્ય સહીત સાણંદના તલાટીઓના પડતર પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા સાણંદના અધિકારીઓને લેખિતમાં જાણ કરી સાણંદ તાલુકાના 42 જેટલાં તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતા સરકારી કામકાજમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.રાજ્યના તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા આ અગાઉ તા. 07/09/2021ના રોજ હડતાલનું એલાન કર્યું હતું.

ગઢડા તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
​​​​​​​તાજેતરમાં ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ ના આદેશથી વિવિધ માંગણીઓ મુદ્દે તલાટી કમ મંત્રીઓ ના સંવર્ગ ના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહી આવતા અચોક્કસ મુદતની હડતાળ નું હથિયાર સરકાર સામે ઉગામ્યું છે. જે અંતર્ગત ગઢડા તાલુકાના તલાટી મંત્રીઓ પણ હડતાળમાં જોડાયા હતા. આ હડતાળ મુદ્દે સરકાર સમક્ષ કરવામાં આવેલી માંગણીઓ માં રાજ્યમાં વર્ષ 2004/05ની ભરતી થયેલાની સેવા સળંગ ગણવા, અન્યથા પડતર પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા.

સંકલ્પ પત્રનું વાંચન કોણ કરશે?
ગ્રામસભા બોલાવી હર ઘર તિરંગા અંતર્ગત સંકલ્પ પત્રનું ગ્રામસભામાં વાંચન કરવાનું, ગ્રામસભાના માધ્યમથી દરેક ઘરે તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત અને જાગૃત કરવાના રહેશે. તિરંગાનું વિતરણ કોણ કરશે.

VCE મંડળે તલાટી હડતાળને ટેકો જાહેર
2 માસ પૂર્વે વીસીઓએ ઘણા દિવસો સુધી હડતાળ પાડેલ પરંતુ તલાટીઓએ વીસીઈ ની કામગીરી ઉપાડી લીધી હતી. વીસીઈને ટેકો નહોતો આપ્યો. છતાં હડતાળને વીસીઈએ ટેકો જાહેર કરી પ્રજાની મુશ્કેલીઓ વધારી છે. વીસીઈ પ્રમુખે હડતાળને ટેકો જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...