તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Names, Surnames And Father's Names Of About 200 Students Registered In The Admission Process Of Gujarat University Have Been Changed

છબરડો:ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન થયેલા 200 જેટલા વિદ્યાર્થીઓના નામ, અટક અને પિતાના નામ બદલાયા

અમદાવાદ20 દિવસ પહેલા
ફાઈલ ફોટો
  • યુનિવર્સિટીના કુલપતિ હવે પ્રવેશ સમિતિ રદ કરીને નવી પ્રવેશ સમિતિની રચના કરેઃ NSUI.
  • સુધારો કરાવવા આવેલા વિદ્યાર્થીને ધક્કા ખાવાનો વારો આવ્યો.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા અનેક છબરડાઓ થતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. પરીક્ષા અને પરિણામમાં પણ અગાઉ છબરડાં સામે આવ્યાં હતાં. હવે પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન થયેલા 200 જેટલા વિદ્યાર્થીઓના નામ, પિતાનું નામ અને અટક બદલાઈ જતાં વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયાં હતાં. વિદ્યાર્થીઓ હાલમાં યુનિવર્સિટીમાં જઈને આ બાબતે ધ્યાન દોરતાં હવે તેમની પાસેથી અરજીઓ લેવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો નવી વાત નથી
ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા અને પરિણામને લઈને અનેક વખત વિવાદમાં સપડાઈ છે. હવે યુનિવર્સિટીની વધુ એક ભૂલ સામે આવી છે. જેનું પરિણામ વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12 બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાદમાં વિદ્યાર્થીઓને PDF મળી હતી જે PDF માં રજિસ્ટ્રેશન કરાવ્યા મુજબ નામ નથી તેની જગ્યાએ નામ પણ બદલાઈ ગયું છે. 200 જેટલા વિદ્યાર્થીઓના નામ,અટક અને પિતાના નામ બદલાઈને આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયાં છે.

વિદ્યાર્થીનું નામ બદલાઈ ગયું
વિદ્યાર્થીનું નામ બદલાઈ ગયું

વિદ્યાર્થીઓના નામ અને અટક બદલાઈ ગયાં
આ અંગે રિધમ પરીખ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મે B.COM માં એડમિશન લેવા માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જે બાદ મે મારી રજિસ્ટ્રેશનની સાઈટ ખોલતા મારું નામ બદલાઈને સુથાર ભારતીબેન થઈ ગયું છે. મારું નામ બદલતા હું ગુજરાત યુનિવર્સિટી ગયો હતો. જ્યાં મને અરજી કરવાનું કહ્યું છે અને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓને 2 કે વધુ માર્કશીટ હોય તે વિદ્યાર્થીઓને જ ટેકનિકલ પ્રોબ્લમના કારણે 2 નામ આવ્યા છે. આ મામલે સુધારો કરવા જણાવવામાં આવ્યું છે અને પ્રવેશ પ્રક્રિયામાં જરૂર જણાશે તો આ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પ્રક્રિયા રાખવામાં આવશે.

છબરડાં થવા યુુનિવર્સિટી માટે નવી વાત નથી
છબરડાં થવા યુુનિવર્સિટી માટે નવી વાત નથી

કુલપતિ નવી પ્રવેશ સમિતીની રચના કરે
NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનેક છબરડા કરવામાં આવી રહ્યા છે.પ્રવેશ પ્રક્રિયામાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડાં કરીને હેરાન કરવામાં ઉદ્દેશથી નામ બદલી નાખવામાં આવ્યા છે. 200થી વધુ વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે. મસ મોટી વાતો કરતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હવે પ્રવેશ સમિતિ રદ કરીને નવી પ્રવેશ સમિતિની રચના કરે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...