તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છબરડો:ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષા માટેની હોલ ટીકિટમાં નામ છોકરાનું અને ફોટો છોકરીનો છપાયો, વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • 6 જુલાઈથી પરીક્ષા છે અને 3 જુલાઈએ છબરડા વાળી હોલ ટીકિટ વિદ્યાર્થીઓને મળી.
  • પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જવાબ આપવાની જગ્યાએ ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું.

ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા થઇ રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું હતું. હવે 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પરંતુ પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા મળ્યા છે. LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટમાં વિદ્યાર્થીનું નામ અલગ અને ફોટો અલગ વિદ્યાર્થીનો છે. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે. જો કે, યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે, નવા ફોટા સાથેની હોલ ટિકિટ અપલોડ કરી દેવાઈ છે.

LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટમાં છબરડો
LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટમાં છબરડો

વિદ્યાર્થીઓ પાસે હોલ ટીકિટ આવતા મુશ્કેલીમાં મુકાયા
ગુજરાત યુનિવર્સિટીમાં 6 જુલાઈથી અલગ અલગ પરીક્ષાઓ ઓફલાઈન યોજાવા જઈ રહી છે. ત્યારે LLM સેમેસ્ટર-2ની પણ ઓફલાઈન પરીક્ષા પણ યોજાવાની છે. આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને હોલ ટીકિટ આપવમાં આવી છે. હોલ ટીકિટમાં વિદ્યાર્થીઓનું નામ અલગ છે જયારે ફોટા પણ અલગ છે. હોલ ટીકિટમાં નામ છોકરાનું અને ફોટો અલગ છોકરીનો છે. વિદ્યાર્થીઓ પાસે હોલ ટીકિટ આવતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

યુનિવર્સિટીના છબરડાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
યુનિવર્સિટીના છબરડાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

3 જુલાઈએ છબરડા વાળી હોલ ટીકિટ મળી
પરીક્ષાની તમામ કામગીરી પરીક્ષા નિયામક કલ્પેન વોરા દ્વારા કરવામાં આવે છે. ત્યારે હોલ ટીકિટમાં છબરડા થતા કલ્પેન વોરાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે કલ્પેન વોરાએ જવાબ આપવાની જગ્યાએ ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું. 6 જુલાઈથી પરીક્ષા છે અને 3 જુલાઈએ છબરડા વાળી હોલ ટીકિટ વિદ્યાર્થીઓને મળી છે. ત્યારે હવે કેવી રીતે પરીક્ષા આપવી તે અંગે વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે.

પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જવાબ આપવાની જગ્યાએ ફોન ઉપાડ્યો જ નહીં
પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જવાબ આપવાની જગ્યાએ ફોન ઉપાડ્યો જ નહીં

યુનિવર્સિટી લેટ ફોર્મ ભરવાની ફી વસૂલ કરશે
કોરોનાના કેસ ઘટતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગામી દિવસમાં ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવશે. UG સેમેસ્ટર 4,6 અને PGની સેમેસ્ટર 4ની પરીક્ષાના ફોર્મ ભરવા માટે મુદત લંબાવવામાં આવી છે. ત્યારે કોરોનાની પરિસ્થિતિમાં પણ લેટ ફોર્મ ભરનાર પાસેથી યુનિવર્સિટી 2500 રૂપિયા લેટ ફી વસુલશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીને કારણે UG સેમેસ્ટર 4 અને 6 તથા PGના સેમેસ્ટર 4ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુન રાખવામાં આવી હતી જે હવે 2500 રૂપિયા લેટ ફી સાથે 8 જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...