ગુજરાત ATSની કાર્યવાહી:દિલ્હીમાંથી જપ્ત 20 કરોડના ડ્રગ્સમાં લખનૌના એક સપ્લાયરનું નામ ખૂલ્યું

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુજરાત ATSએ અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી

ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાંચના સંયુકત ઓપરેશનમાં દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાંથી 20 કરોડની કિંમતના 4 કિલો હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા અફઘાની નાગરિકને લખનૌ અને મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરનારા મુસ્તુફા નામના વ્યક્તિનું નામ તપાસમાં બહાર આવતા દિલ્હી ક્રાઈમબ્રાંચે સપ્લાયરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

એટીએસ અને સુરત ડીસીબીની ટીમે નવી દિલ્હીમાં ધામા નાંખ્યા હતા અને વસંતકુંજમાં ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા અફઘાન નાગરિક રહીમુલ્લાહની 4 કિલો હેરોઈન સાથે ધરપકડ કરી હતી.

મેડિકલ વિઝાની પણ તપાસ શરૂ
રહીમુલ્લાહ પરિવાર સાથે 2016માં મેડિકલ વીઝા પર ભારત આવ્યા બાદ વિઝા એક્સટેન્ડ કરાવીને દિલ્હીમાં જ રહેતો હતો. જેથી પોલીસે તેના વિઝાની પણ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...