• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Murder Of An Elderly Couple In Rannapark Is Suspected To Have Been Committed By An Informant; Nothing Has Left The House, No One In The Society Has Seen Coming Or Going Home

ડબલ મર્ડર કેસ:રન્નાપાર્કમાં વૃદ્ધ દંપતીની હત્યા કોઈ જાણભેદુએ જ કરી હોવાની આશંકા; ઘરમાંથી કશું ગયું નથી, સોસાયટીમાં કોઈએ ઘરે આવતા કે જતા જોયા નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક દંપતીની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક દંપતીની ફાઇલ તસવીર
  • આરકે ઘાટલોડિયાના માર્કવાળી છરી, લોહીના ડાઘાવાળી ફૂટ પ્રિન્ટ મળી

ઘાટલોડિયા રન્નાપાર્ક પારસમણિ ફ્લેટમાં રહેતા વયોવૃધ્ધ દંપતીની હત્યાના 24 કલાક પછી પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. મહત્ત્વની વાત તો એ છે કે વૃધ્ધ દંપતીના ઘરમાંથી કશું ચોરાયું પણ નથી, સોસાયટીની બહારના સીસીટીવી કેમેરામાં ક્યાંય આરોપી દેખાતો નથી તેમજ આરોપીઓને સોસાયટીમાં આવતા કે બહાર જતાં પણ કોઈએ જોયા નથી. જેના કારણે વૃધ્ધ દંપતીની હત્યા લૂંટના ઈરાદે નહીં, પરંતુ અંગત અદાવતમાં થઇ હોવાનું ફલિત થતાં પોલીસે તે દિશામાં તપાસ આદરી છે.

ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો
ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો

દયાનંદ સુબરાવ શાનબાગ(89)અને પત્ની વિજયાલક્ષ્મી(80)ની હત્યા બાબતે દીકરા કિરણ શાનબાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દયાનંદ અને વિજયાલક્ષ્મીને ગળાના ભાગે છરીનો એક-એક ઘા મારીને જ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. જ્યારે હત્યારો એક જ હોવાની શક્યતા છે.

ઘાટલોડિયા પીઆઈ વાય.આર.વાઘેલાએ જણાવ્યું હતું કે, હાલમાં આરોપીઓની કોઇ જ ભાળ મળી નથી, પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને દંપતીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતા તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. પરિવાર, સોસાયટીના સભ્યો અને સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

છરી ખરીદાઈ હતી તે દુકાન શોધવા ટીમો કામે લાગી
દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરનાર આરોપી લોહીવાળી છરી ઘરમાં જ મુકીને ગયો હતો. જે પોલીસે કબજે કરી છે. જો કે આ છરી પર આર.કે.ઘાટલોડિયાનો માર્કો લાગેલો છે. જેથી આ નામવાળી દુકાન શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

મોબાઈલ લોકેશનને આધારે તપાસ શરૂ
હત્યા 6 થી 8 વાગ્યામાં કરવામાં આવી હતી. જેથી પોલીસે આ 2 કલાકના સમયગાળામાં તે વિસ્તારના મોબાઈલ ટાવરમાં કેટલા નંબર એક્ટિવ હતા તેની તપાસ શરૂ કરી છે. આ સાથે આજુબાજુના વિસ્તારોમાં આ‌વેલા સીસીટીવીની ફૂટેજ પણ ચેક કરાઈ રહ્યા છે.

ઘરઘાટીએ 3 મહિના પહેલાં નોકરી છોડી
આ દંપતીના ઘરે પ્રકાશ નામનો ઘરઘાટી નોકરી કરતો હતો, પરંતુ તેણે 3 મહિના પહેલા નોકરી છોડી દીધી હતી. જેથી સોસાયટીમાં કામ કરવા આવતા અન્ય ઘરઘાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...