મર્ડર:અમદાવાદના કૃષ્ણનગરમાં મંદિરના પૂજારી કમ ગાર્ડની હત્યા, એસ્ટેટમાં પ્રવેશ બાબતે માથાકૂટ થઈ હતી

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કૃષ્ણનગર ડીજી હાઈસ્કૂલ પાસે આવેલા બળીયાદેવના મંદિરમાં સેવા - પૂજા કરતા યુવાનની રવિવારે રાતે તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. પૂજારીની હત્યા કરનાર બંને આરોપીની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. જો કે બેમાંથી એક હત્યારો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

કઠવાડામાં રહેતા આશિષ ગોસ્વામી બળીયાદેવ મંદિરમાં સેવા - પૂજા કરે છે. આ સાથે આશિષ ગોસ્વામી મંદિરની સામે આવેલી એસ્ટેટમાં સિકયોરીટી ગાર્ડ તરીકે પણ નોકરી કરે છે. રવિવારે રાતે આશિષ ગોસ્વામી એસ્ટેટ ખાતે ફરજ ઉપર હાજર હતા ત્યારે 2 યુવાનો ત્યાં ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યા હતા. તે બંને એસ્ટેટમાં જવા માટે બીજા સિકયોરીટી ગાર્ડ સાથે માથાકુટ કરી રહ્યા હતા. જેથી આશિષ ગોસ્વામી બંને યુવાનોને સમજાવવા ત્યાં ગયા હતા.

જેથી ગુસ્સે થયેલા બંને યુવાનોએ આશિષ ગોસ્વામીને ચપ્પા - છરાના સંખ્યાબંધ ઘા મારી દીધા હતા. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આશિષ ગોસ્વામીનું સ્થળ પર જ મોત નિપજયું હતુ. ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસ આવી પહોંચી હતી. પોલીસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયોઅને બીજાને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે બીજી બાજુ આશિષ ગોસ્વામીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...