નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2022-23 માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ થયું છે. અંદાજપત્ર પ્રમાણે 10 સ્માર્ટ સ્કૂલ, 7 અંગ્રેજી મીડિયમ સ્કૂલ અને 6 મોડલ સ્કૂલ તૈયાર કરવાનો અંદાજ લગાવાયો છે. આ ઉપરાંત વિવિધ 19 વિસ્તારમાં નવી સરકારી પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાનો પ્લાન પણ રજૂ કરાયો છે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે પ્રાયમરી એજ્યુકેશન માટેનું 887 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં રૂ. 559 કરોડ 11 લાખ સરકારી ગ્રાન્ટ અને રૂ.327 કરોડ 88 લાખ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળનાર છે. આ પ્રમાણે પ્રાથમિક સ્કૂલોના વિકાસ અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટેની પ્રવૃત્તિ કરાશે. આ સાથે જ બજેટમાં આગામી વર્ષમાં થનારા ખર્ચની જોગવાઇ પણ રજૂ કરાઇ છે. જેમાં શાળા સજ્જતા અને હેરિટેજ અવેરનેસ પ્રોગ્રામ, આદર્શ શાળા અને સાંસ્કૃતિક ધામ યોજના, ગાંધી આશ્રમ શાળા, નવી શાળાની મરામત વગેરેનું પણ પ્લાનિંગ છે.
કોર્પોરેશનમાં સમાવાયેલા નવા વિસ્તારો ઉપરાંત જે વિસ્તારોમાં રહેઠાણોની સંખ્યા વધી છે તેવા વિસ્તારો નક્કી કરીને 19 નવી સ્કૂલો શરૂ થશે. જેમાં વિરાટ નગર, જોધપુર, થલતેજ, ચાંદખેડા, રાણીપ, હંસપુરા, નારણપુરા વિસ્તારનો સમાવેશ થાય છે.
શીલજ, મેમનગર, થલતેજ, એલિસબ્રિજમાં મોડેલ સ્કૂલ
વર્ષ - 2020-23 દરમિયાન શિલજ ઉપરાંત નવા નરોડા, થલતેજ, સરસપુર, મેમનગર, એલિસબ્રિજમાં મોડેલ સ્કૂલ તૈયાર કરવાનું આયોજન રજૂ કરાયું છે. હાલમાં આ તમામ સ્કૂલોની કામગીરી ચાલી રહી છે, જે આગામી સમયમાં તૈયાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.