તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયાંએ હદ વટાવી:હું દેવી છું, કહીને સાસુ નિર્વસ્ત્ર થઈ જતી અને પુત્રવધૂને ડરાવતી હતી, પરિણીતાને સંડાસની બાજુમાં બેસાડી વધેલું જમવાનું આપતી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ અને સાસરિયાં સંડાસની બાજુમાં બેસાડીને જમવા મજબૂર કરતાં પરિણીતાએ પોલીસની મદદ માગી

શહેરના મધ્યમવર્ગની પરિણીતાને તેની સાસુ નગ્ન થઈને દેવી છું, કહીને સતત ડરાવતી હતી. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ તેની સાથે સાસરિયાં એટલી હદે હેરાન કરતાં હતાં કે તેને સંડાસની બાજુમાં બેસીને જમવા માટે મજબૂર કરતાં હતાં. સતત ત્રાસથી પરેશાન પરિણીતાએ આખરે મહિલા પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ઘણી વખત અંધશ્રદ્ધા એટલી હદે હાવી થઈ જાય કે પોતાની સાથે અન્ય લોકોનું જીવવું દોખજ બનાવી દે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી દીપા(નામ બદલ્યું છે)ના લગ્ન પોતાના સમાજના રિવાજ મુજબ થયાં હતાં. મધ્યમવર્ગ પરિવારમાં દીપા પરણીને ગઈ, ત્યાર બાદથી તેના લોભી અને લાલચુ સાસરિયાંએ તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

સાસરિયાં દ્વારા દીપા સાથે મારઝૂડ પણ કરવામાં આવતી
દીપાનો પતિ કામ પર જાય એટલે તેની સાસુ દીપાની સામે તમામ કપડાં કાઢી નાખતી હતી અને જોર જોરથી બૂમો પાડીને તેને ડરાવતી હતી. જ્યારે આ વિશે તેણે તેના પતિને કહ્યું તો તેણે માતાને દેવીનો પવન આવે છે, કહીને વાત ઉડાડી દીધી હતી. આ વાત અહીં પતવાને બદલે દીપાને મારઝૂડ સુધી પહોંચી ગઈ હતી.

દીપાને સંડાસની બાજુમાં બેસાડીને જમવા આપતાં હતાં
દીપાને દીકરીનો જન્મ થયા બાદ સાસુ અને અન્ય લોકો સતત ત્રાસ ગુજારવા લાગ્યાં અને માનસિક ત્રાસ આપવા લાગ્યાં હતાં. દીપાને જમવા માટે રાતનું વધેલું ખાવાનું આપવામાં આવતું હતું અને દીપાને સંડાસની બાજુમાં બેસાડીને જમવા માટે મજબૂર કરવામાં આવતી હતી.

મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દીપાએ ફરિયાદ નોંધાવી
આ સતત ત્રાસ અંગેની વાત દીપાએ તેના ભાઈને કહી હતી. સાસરિયાં અને પતિએ કોઈ સમાધાન ન કરતાં આજે દીપાને કોઈના ત્યાં પોતાની દીકરી સાથે રહેવું પડે છે. જ્યારે દીપાએ આ સમગ્ર હકીકત પોલીસને જણાવી તો મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં દીપાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો