તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી પ્રાઇડ:માતાએ આ IPSને આંગણવાડીમાં કામ કરીને સરકારી સ્કૂલમાં જ ભણાવ્યા છે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • IPS બાદ પિન્કેશ પરમારે IASની એક્ઝામ પણ ક્લિઅર કરી

શહેરનાં 28 વર્ષિય પિન્કેશ પરમારને આઈપીએસ કેડર તરીકે ઝારખંડ સ્ટેટ ફાળવવામાં આવ્યું. હવે તેઓ ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે. તેમની આઈપીએસ બનવાની સફર વિશે જાણવા જેવુ છે. ધો.11માં અભ્યાસ કરતા તેમનાં પિતાનું અવસાન થયું. માતાએ આંગણવાડી અને સિવણનું કામ કરીને પિન્કેશ અને તેમનાં નાના ભાઈને ભણાવ્યા. પિન્કેશભાઈએ અમદાવાદનાં સરખેજની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ એલ.ડી. એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી.

ત્યારબાદ પિન્કેશભાઈએ તેમનાં કોલેજનાં મિત્રો સાથે મળી એક ઇલેક્ટ્રોનિક અને પ્રોડક્ટ ડેવલપમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો. જે 2 વર્ષ ચાલ્યા બાદ પિન્કેશભાઈને જીવનમાં કંઈક જુદુ કરવાનો વિચાર આવ્યો અને તેમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. 2016 બાદ 4 વખતના ટ્રાયલે તેઓએ હિંમત હાર્ય વિના IPS ક્લિઅર કર્યું છે. ચોથા પ્રયત્ને તેમનો 575 રેન્ક આવ્યો. જેનાં આધારે તેમને આઈપીએસ સર્વિસ એલોટ કરવામાં આવી છે.

યુવાનો માટે વિકાસનાં કામો કરી શકું તે માટે IASની પરીક્ષા પાસ કરી
પિતાનાં નિધન બાદ આર્થિક રીતે ઘરમાં મદદરુપ થવા માટે માતા આંગણવાડીમાં કામ કરવા જતી તેની સાથે ઘરે સીવણકામ પણ કરતી હતી. તેમાંથી તેમણે મને અને મારા નાના ભાઈને ભણાવ્યા. ત્યારબાદ ગ્રેજ્યુએશન કરીને બિઝનેસ શરુ કર્યો જેથી આર્થિક રીતે ઘરમાં મદદરુપ થઈ શક્યો. પણ તેમાંથી વધારે કંઈક કરવા ઈચ્છતો હતો માટે યુપીએસસીની તૈયારીઓ શરુ કરી હતી. આઈપીએસની ટ્રેનિંગ સાથે મેં આઈએએસની પણ એક્ઝામ આપી હતી. જે મેં પાસ કરી દીધી છે. - પિન્કેશ પરમાર, આઈપીએસ

પહેલી પદવી અને ડિસ્ટ્રિક્ટ આસિ.સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસની મળશે
આઈપીએસ બન્યા પિન્કેશભાઈને ઝારખંડ કેડર આપવામાં આવી છે. જેથી હવે ઝારખંડ પોલીસમાં તેમને પહેલી પદવી એએસપીની મળશે. ત્યારબાદ તેઓ ઝારખંડ કેડરમાં પ્રમોટ થઈને એસ.પી.થી ડીજીપી સુધીની પોસ્ટ પર પણ જઈ શકે છે. હાલ તેમની ટ્રેનિંગ બાદ તેમને ડિસ્ટ્રીક એલોટ કરવામાં આવશે, જ્યાં તેઓ ઈન્ડિવિડ્યુઅલ ચાર્જ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો