તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદમાં નશો કરવા માતાએ પૈસા ન આપતા પુત્રે મારામારી કરી, ખુનના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છરીથી મારવાનો પ્રયાસ કરનાર દીકરા સામે માતાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વસ્ત્રાપુરમાં રહેતા યુવકે નશો કરવા માટે પૈસા નહીં આપનાર માતા સાથે મારામારી કરી હતી અને છરી લઈને મારવા દોડ્યો હતો. પોતાના ખૂનના કેસમાં ફસાવવાની ધમકી આપતા દીકરા સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાપુર ક્રોસિંગ પાસેના કૃષ્ણધામ આવાસમાં રહેતા જમનાબેન ગુર્જર(ઉં.75)ને દિલીપ(ઉં.52) અને દુષ્યંત(ઉં.48) એમ બે પુત્રો છે. દુષ્યંત દારૂ અને અન્ય નશાનો બંધાણી હોવાથી બહાર નશો કરીને આવતો તેમજ ઘરમાં બેસીને પણ દારૂ પીતો હતો.

દરમિયાન એક દિવસે દુષ્યંત અને જમનાબેન ઘરે હતા ત્યારે દુષ્યંતે નશો કરવા માટે જમનાબેન પાસે પૈસા માગ્યા હતા. જોકે, જમનાબને પૈસા આપવાની ના પાડતા દુષ્યંતે માતા સાથે ઝગડો કરીને મારામારી કરી હતી. જેથી જીવ બચાવવા ઘરની બહાર દોડેલી માતાને ચપ્પુ લઈને મારવા પુત્ર દોડ્યો હતો.

ઉપરાંત, દુષ્યંતે જમનાબેનને ધમકી પણ આપી હતી કે,‘આજે તો હું મારી જાતને ખલાસ કરી નાખીશ અને તને મારા ખૂનના કેસમાં ફસાવી દઈશ.’ દુષ્યંતની આ હરકતથી ભયભીત માતાએ આનંદનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્યંતની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...