નજરકેદ:ગિરનારના જંગલની અત્યાર સુધીની સૌથી રોમાંચક તસવીર એક સિંહણ બે બચ્ચાં સાથે સાબરના શિકાર માટે બરાબર ત્રાટકવા તૈયાર... અને ક્લિક...

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ : ગિરનાર જંગલમાં જાંબુડી રાઉન્ડ
  • સમય : 18 ડિસે. 2021ના રોજ વહેલી સવારનો

જાંબુડી રાઉન્ડમાં ફોરેસ્ટર દીપક વાઢેર નાઇટ પેટ્રોલિંગમાંથી પરત ફરતા હતા. ત્યારે 4 સાબરે તેમનો રોડ ક્રોસ કર્યો. તેમણે ફોટો પાડવા મોબાઇલ કેમેરા ઓન કર્યો. એક સાબરે બેએક સેકન્ડ પૂરતું અટકીને દીપક વાઢેર તરફ જોયું. બરાબર એજ વખતે તેની પાછળ એક સિંહણ બે બચ્ચાં સાથે બરાબર ત્રાટકવા તૈયાર થઇને ઊભી હતી.

એટલીવારમાં એક સાબરને સિંહણની હાજરીનો ખ્યાલ આવી જતાં ચારેય ત્યાંથી ગીચ ઝાડીઓમાં અલોપ થઇ ગયા. સિંહણ હાથ ઘસતી રહી ગઇ. અને પછી એ પણ રવાના થઇ ગઇ. માત્ર બે જ સેકન્ડ પૂરતું દૃશ્ય મોબાઇલમાં કેદ થઇ ગયું.

અન્ય સમાચારો પણ છે...