તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:અમદાવાદમાં 25 જૂનની આસપાસ ચોમાસુ બેસશે, પવનની ગતિ 25 કિમી પ્રતિકલાક થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ઓરિસ્સાથી દક્ષિણ ગુજરાત સુધી લંબાયેલા ટ્રફની સાથે દક્ષિણ-પશ્ચિમી પવનને કારણે રાજ્યમાં વરસાદની 4 દિવસ વહેલી એન્ટ્રી થઇ છે. તેમજ આગામી પાંચ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે તેમજ અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં આગામી અઠવાડિયામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટિને ભાગરૂપે 18થી 25 જુન સુધીમાં ઝાપટા અને 25 જૂનની આસપાસ ચોમાસુ બેસી જવાની શક્યતા છે.

ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમના પવનની ગતિ વધતાં આગામી દિવસોમાં પવનની ગતિ વધીને 25 કિ.મી. પ્રતિકલાક થવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થશે પણ બફારો વધવાની શક્યતા છે.

5 દિવસમાં દ. ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી પાંચ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, સુરત, ભરુચ અને ડાંગ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...