• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Monsoon Will Leave The State From Navratri Just Before The Monsoon Withdrawal System Is Activated, It Will Be Cold At Night And Hot In The Afternoon From Sharad Poonam.

ખેલૈયાઓ આનંદો:મોન્સૂન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થતાં પહેલા નોરતાથી જ રાજ્યમાં ચોમાસુ વિદાય લેશે, શરદપૂનમથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શરદપૂનમથી દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
શરદપૂનમથી દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે ( ફાઈલ ફોટો)
  • બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો

કોરોનાના કારણે અટકી ગયેલા ગરબા અને માં શક્તિની ભક્તિ આ વર્ષે થશે. ત્યારે ખેલૈયાઓ માટે આ વર્ષે સારા સમાચાર છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આ વખતે નવરાત્રીના પહેલા નોરતે ચોમાસુ વિદાય લઈ શકે છે. રાજ્યમાં મોન્સૂન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થતાં નૈઋત્યનું ચોમાસુ ગુરુવારથી જ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે. પરંતુ હજુ બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં પાછોતરા વરસાદની વકી છે. રાજ્યમાં કેટલાક દિવસથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યાં છે સાથે ગરમીનો પારો પણ વધી રહ્યો છે.

આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની વકી
આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછોતરા વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ડાંગ,નવસારી અનવે વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં મહત્તમ અન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવાર અને ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)
આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ
ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 7 ઓક્ટોબરથી દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધતા ગરમી અનુભવાશે.

સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી ( ફાઈલ ફોટો
સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી ( ફાઈલ ફોટો

14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.