તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગની આગાહી:ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે, 98થી 100 ટકા વરસાદ પડી શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે
  • દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદામાન નિકોબારમાં શુક્રવારની સવારે આવી પહોંચ્યું

ભારતીય હવામાન વિભાગે ખેડૂતો માટે ખુશ ખબર આપ્યા છે. હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે.

હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું અંદામાન નિકોબારમાં શુક્રવારની સવારે આવી પહોંચ્યું છે. અંદામાન નિકોબારમાં રવિવાર સુધી હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.

આ વર્ષે અલનીનોની અસર ઓછી રહેવાની શક્યતા
હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.

પ્રાઈવેટ એજન્સીએ 103% વરસાદ થવાનો અંદાજ આપ્યો
હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.

ત્રણ વર્ષમાં પહેલીવાર વરસાદ સામાન્ય રહેવાની શક્યતાIMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

96%થી 104% વરસાદ પડે તો ચોમાસુ સામાન્ય
હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે તે પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે, તે વર્ષે ચોમાસુ સામાન્ય માનવામાં આવે છે.

હવામાન વિભાગે 98 ટકા વરસાદ રહેવાનો અંદાજ આપ્યો
​​​​​​​​​​​​​​​​​​​​​
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.

1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમીટર રહ્યું ​​​​​​​લોંગ ટર્મ એવરેજ
​​​​​​​​​​​​​​​​​​​​​
પરિભાષા પ્રમાણે ચોમાસાની સિઝનનું લોંગટર્મ એવરેજ 1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમેન્ટર રહ્યું હતું. રાજીવને જણાવ્યું કે, હવામાન વિભાગ માસિક અંદાજે જાહેર કરવા માટે હવે સાંખ્યિકી આંકડાઓની જગ્યાએ ડાયનેમિક મલ્ટી મોડલ એન્સેંબલ (MME) ફ્રેમવર્ક યુઝ કરે છે.

રાજીવને જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાનો માસિક અંદાજ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને મેના અંતિમ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, IMD મોનસૂન કોર ઝોન (MCZ) માટે અલગથી અંદાજ આપવા માટે એક મોડલ બનાવી રહ્યા છે. MCZ માટે આપવામાં આવેલો અંદાજ કૃષિ પ્રધાન રાજ્યોમાં લોકો માટે ખેતી-વાડીની યોજના બનાવવા માટે મદદગાર છે.