તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા મોટા ફેરફાર:મેઈન્ટેનન્સ એન્ડ સર્વિંગ કોસ્ટ બચતા તે નાણા ફૂડ પ્રોડક્ટના પેકિંગ પર ખર્ચાય છે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: ફૂડ બ્લોગર અભિનિષા ઝુબીન આશરા અને ફૂડ કન્સલ્ટન્ટ સુરીલ ઉદ્દેશી. - Divya Bhaskar
તસવીર: ફૂડ બ્લોગર અભિનિષા ઝુબીન આશરા અને ફૂડ કન્સલ્ટન્ટ સુરીલ ઉદ્દેશી.

કોરોનાકાળ દરમિયાન ફૂડ એન્ડ હોટલ ઇન્ડસ્ટ્રીમાં ડ્રાસ્ટિક ચેન્જિસ જોવા મળ્યા છે. હવે હોટલ એન્ડ રેસ્ટોરાં સંચાલકો ક્વોન્ટિટીની સાથે ક્વોલિટી પર વધારે ધ્યાન આપતા થયા છે. ખાસ કરીને પેકિંગ સિસ્ટમમાં ખૂબ સુધારા કર્યા છે. ટેકઅવેની સિસ્ટમ હોવાથી એક તો હોટલ-રેસ્ટોરાંની ઇલેક્ટ્રીસિટી અને સર્વિંગ કોસ્ટ ઘટી ગઇ છે, જે બચતને સંચાલકો ટેકઅવેમાં પેકિંગને સુધારવામાં ખર્ચ કરી રહ્યા છે. પેકિંગ આકર્ષક હોવાની સાથે-સાથે વધુ સુરક્ષિત રીતે લઇ જઇ શકાય તે પ્રકારના તૈયાર કરવામાં આવી રહ્યા છે. પેકિંગમાં ખાસ કરીને હાઇજીનનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ધીમી આંચના ઓનર લલિત વલેચાએ કહ્યું કે, ‘સબ્જી, સલાડ, બેક ડિશ, પિકલ્સ જેવી પ્રોડક્ટ્સ કાચની બરણી અને માટીના વાસણમાં આપવાનું શરૂ કર્યું છે. આ પ્રકારની સુવિધાથી શહેરીજનો પણ ખુશ છે. કેમકે જે પ્રકારે પ્રોડક્ટ કોસ્ટ હોય છે તે પ્રકારની સર્વિસ પણ હવે મળી રહી હોવાનો એક સંતોષ ગ્રાહકોને થઇ રહ્યો છે.

બરણી-બોક્સના પેકિંગે પ્લાસ્ટિકને રિપ્લેસ કરી
ફૂડ બ્લોગર હોવાના કારણે શહેરની વિવિધ રેસ્ટોરાં અને હોટલના ફૂડ ટેસ્ટ કરવાની તક મળતી હોય છે. કોરોનાના કારણે એક વાત જાણવા મળી કે બહાર ખાવાનું અને ઘરે મંગાવીને ખાવામાં ખૂબ ફરક પડે છે. કોરોનાને ધ્યાનમાં રાખતા રેસ્ટોરાં ફૂડ પેકિંગમાં પ્લાસ્ટિકની જગ્યાએ કાચ અને બોક્સમાં પેકિંગ કરી ફૂડ ડિલીવરી કરી રહ્યા છે. અત્યારે કર્ફ્યૂ હોવાના કારણે લોકો ફૂડનું ટેકઅવે વહેલા મંગાવી લેતા હોય છે.
- અભિનિષા ઝુબીન આશરા, ફૂડ બ્લોગર

માટીના વાસણોમાં ડિલીવરી કરાય છે
કોરોનાકા‌ળમાં ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ફેરફાર આવ્યા છે. ખાસ કરીને ફૂડની ક્વોલિટી મેન્ટેન રાખવી પડે છે. શહેરની રેસ્ટોરાં માટીના વાસણોમાં ફૂડની હોમ ડિલીવરી કરી રહી છે. જેથી શહેરીજનો રેસ્ટોરાંના હાઇજીન અને પેકિંગ પર ટ્રસ્ટ કરી શકે અને ફૂડ ઓર્ડર કરે. આ સાથે જ સમય મળતા રેસ્ટોરાંમાં પણ ફૂડની લિજ્જત માણવા આવી શકે.
- સુરીલ ઉદ્દેશી, ફૂડ કન્સલ્ટન્ટ

ફૂડ પેકિંગને અમે લોકોએ નવા સ્તરે ડિઝાઈન કર્યું
કોરોના પહેલા અમે ફૂડ પેકિંગ માટે નવું ઇનિસિએટિવ લાવવાનું વિચારી જ રહ્યા હતા. ત્યાં લોકડાઉન આવ્યા બાદ વિચારવા માટેનો સમય મળી ગયો. જેમાં અમે ફૂડ પેકિંગને નવા સ્તરે ડિઝાઇન કર્યું છે. જેમાં અમે કાચની બોટલ્સમાં સબ્જી, સલાડ આપીએ છીએ. પ્લાસ્ટિક પ્રોડક્ટ આપવાનું અવોઇડ કરી રહ્યા છીએ. કાચની બોટલ ગ્રાહકો તેમના ઘરે પણ રિયૂઝ કરી શકે છે.
- હેમલ પટેલ, એટ મેંગો, ઓનર

બટર પેપરમાં વેપ્ર કરી ફ્રેન્કી આપીએ છીએ
હોમ મેડ ફ્રેન્કીથી શરૂઆત કરી હતી. થોડા સમય પહેલાં જ નવી રેસ્ટારાં શરૂ કરી છે. પહેલા અમે ફ્રેન્કી ફોઇલ અને બટર પેપરમાં વ્રેપ કરીને હોમ ડિલીવરી આપતા હતા. પરંતુ કોરોનામાં અમે ફ્રેન્કી વ્રેપિંગનું પેકિંગ ચેન્જ કર્યું છે. હવે અમે બોક્સની અંદર ફોઇલ અને બટર પેપરમાં વ્રેપ કરીને ફ્રેન્કી આપીએ છે જેથી હોમ ડિલીવરી કરતા લોકોને ગરમ અને હાઇજીન ફૂડ મળી રહે. - ચૈતન્ય રોહરા, D&C ફ્રેન્કીના ઓનર

શહેરીજનોનો સહકાર મળશે તો ઇન્ડસ્ટ્રી ધમધમતી થશે
ફૂડનો બિઝનેસ આગળ વધે અને લોકડાઉનનું નુકસાન રિકવર કરવા ઇન્ડસ્ટ્રી દ્વારા ચેન્જિસ લાવ્યા છે. પેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી ગ્રાહકોમાં રેસ્ટોરાં પ્રત્યેનો ટ્રસ્ટ યથાવત રહે. શહેરીજનો અને રેસ્ટોરાં - હોટલ વચ્ચે ટાઇમ ગેપ સર્જાયો છે તે પણ સમય જતા પૂરાઇ જાય તે જરૂરી છે. શહેરીજનોનો આ પ્રકારે જ સહકાર મળતો રહેશે તો ફૂડ ઇન્ડસ્ટ્રી પણ પહેલાંની જેમ ધમધમતી થઇ જાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો