તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલંબ:11 માસથી ધારાસભ્યોની સંકલન બેઠક મળી નથી, બેઠકમાં લોકોના પ્રશ્નો ચર્ચાતા હોય છે

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

શહેરમાં 11 માસથી ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઇ નથી. આ બેઠકમાં સામાન્ય રીતે શહેરના સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા થાય છે, જોકે લાંબા સમયથી બેઠક ન યોજાવા બાબતે એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ પત્રો લખીને રજૂઆત કરી છે.

ભાજપે કહ્યું કે, સંકલનની બેઠક માટે આવી કોઇ રજૂઆત થઇ હોવાનું જાણવા મળ્યું નથી. સામાન્ય રીતે દર મહિને ધારાસભ્યોની સંકલનની બેઠક મ્યુનિ. કમિશનર, કલેક્ટરની હાજરીમાં મળતી હોય છે. બેઠકમાં પ્રજાના પ્રશ્નો વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર ધ્યાને લેતું ના હોય તેવાં પ્રશ્નો બાબતે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત થતી હતી. કોરોનાને કારણે ગત માર્ચ માસથી ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઇ જ નથી. ત્યારે બંને પક્ષના કેટલાંક ધારાસભ્યો વ્યક્તિગત રીતે ઇચ્છે છે કે, હવે સંકલનની બેઠક શરૂ થાય તો સારું.

બેઠક બોલાવા માટે 5થી વધુ પત્રો લખ્યા
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતુ ંકે, કોરોનામાં પ્રજાને હોસ્પિટલમાં દાખલ થવાથી લઇને અનેક સમસ્યા થઇ, જો સંકલનની બેઠક ચાલુ હોત તો અમે અધિકારીઓને પૂછી શક્યા હોત કે તમે કરો છો શું?, જો અધિકારીઓમાં ઇમાનદારી હોત તો તેઓ સંકલનની બેઠક વર્ચ્યુઅલ પણ બોલાવી શક્યા હોત. બેઠક બોલાવવા મેં 5 થી વધારે પત્રો લખ્યા છે.

પ્રજાના પ્રશ્નોને કોઈ અસર થઈ નથી
ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યું હતું કે, બેઠક નહીં થવાને કારણે ધારાસભ્ય તરીકે અમને કોઇ ખાસ ફર્ક પડ્યો નથી. પ્રજાના પ્રશ્નો બાબતે અમે તંત્રને પત્રો લખ્યા છે. સંકલનની બેઠક યોજાય કે નહીં તેનાથી પ્રજાના પ્રશ્નોને કોઇ અસર થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો