નો રિપીટ થિયરી:CMની મંજૂરી વિના મંત્રી PA, PSની નિમણૂૂક કરી શકશે નહિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા મંત્રીઓના પીએ, પીએસમાં પણ નો રિપીટ થિયરી
  • જૂના મંત્રીઓ સાથે ઘરોબો ધરાવનારને સ્વર્ણિમથી દૂર રખાશે

રાજ્યમાં નવા મંત્રીમંડળની રચનાની સાથે તેમના પીએ-પીએસમાં રહેવા અધિકારીઓમાં રીતસરનું લોબિંગ ચાલી રહ્યું છે, પરંતુ મંત્રીઓ નવા હોવાથી અને જૂના મંત્રીઓનું વર્ષોથી વર્ચસ્વ હોવાથી મુખ્યમંત્રીની મંજૂરી વિના કોઈ પણ મંત્રીને અંગત સચિવ (પીએસ) કે અંગત મદદનીશ (પીએ)ની નિમણૂક નહીં કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. અગાઉની જેમ મંત્રીઓ જીએડીને સૂચના આપીને કોઈ પણ અધિકારીની પીએસ તરીકે અને ખાનગી માણસની પીએ તરીકે નિમણૂક કરી શકશે નહીં.

મંત્રીઓના કાર્યાલયમાં તેમના પીએ અને પીએસ અત્યંત વિશ્વાસુ મનાય છે. પીએ તરીકે મંત્રી ઇચ્છે તે ખાનગી માણસને નિમણૂક આપી શકે છે, જેના પગાર-ભથ્થા અને અન્ય ખર્ચ તેમ જ સરકારી આવાસ સરકાર તરફથી અપાય છે. જ્યારે પીએસ તરીકે સામાન્ય રીતે સચિવાલય કેડર, ગેસ કેડર કે અન્ય કેડરના ક્લાસ-1 અધિકારીઓને નિમણૂક આપવામાં આવે છે. અનેક અધિકારીઓ એવા છે કે, જેઓ વર્ષો સુધી મંત્રીઓના પીએસ રહ્યા છે અને નિવૃત્ત થવા છતાં તે જ જગ્યાએ કરાર આધારિત નિમણૂકો કરાવીને બેસી રહ્યા છે. આ અધિકારીઓને હવે તેમના મૂળ વિભાગમાં પરત મોકલી આપવામાં આવ્યા છે જ્યારે કરાર આધારિત ફરજ બજાવતા અધિકારીઓની સેવાઓ સમાપ્ત થઈ ગઈ છે. સામાન્ય વહીવટ વિભાગે મંત્રીઓના પીએ, પીએસ તરીકે મદદ માટે હાલ અધિકારીઓની યાદી તૈયાર કરીને મંત્રીઓને સોંપી દીધી છે. મંત્રીઓ જાતે નિમણૂક નહીં કરે ત્યાં સુધી આ અધિકારીઓ તેમની સહાયમાં રહેશે.

જૂના મંત્રીઓના પીએ-પીએસ ફરીથી સત્તાની નજીક આવવા ધરખમ લોબિંગ કરી રહ્યા છે. કેટલાક અધિકારીઓ તો કમલમ્ સુધી છેડા અડાડી રહ્યા છે, પરંતુ આ વખતે તમામ બાબતો ચકાસીને નિમણૂકો કરાશે. જૂના મંત્રીઓ સાથે ઘરોબો ધરાવતા અધિકારીઓને તો તેમના મૂળ વિભાગમાં પણ સાઇડ પોસ્ટિંગ મળે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...